માં તું તો મમતા નું રૂપ દેખાય છે
Poem Written By – Kavi Kushal N. Vyas – Vadodara 1st June, 2026 માં માં તું તો મમતા નું રૂપ દેખાય છે ચંદ્રમાં ની ચાંદની માં તારી શીતળતા દેખાય છે તારા આંચળ ની છાવ માં મારો થાક ઉતરી જાય છે ખુદ ભૂખી રહી ને મને કોળિયો ધરી જાય છે જીવન જીવવાની મને કળા શીખવી જાય છે તકલીફ પડે જો મને તો તું ઢાલ બની જાય છે માં તારા ચરણો માં મને સ્વર્ગ દેખાય છે કેમે કરી ને ચૂકવું હું રૂણ તારૂં (૨) સાત જન્મ પણ ઓછા પડી જાય છે કરૂં સમર્પિત આ દેહ તુજ મમતા ને પણ પાછું ના લેવાના તારામાં ગુણ દેખાય છે માં તું તો મમતા નું રૂપ દેખાય છે © – કવિ – કુશલ એન. વ્યાસ









