માં તું તો મમતા નું રૂપ દેખાય છે

લેખ ભાષા

Poem Written By – Kavi Kushal N. Vyas – Vadodara

1st June, 2026

માં

માં તું તો મમતા નું રૂપ દેખાય છે

ચંદ્રમાં ની ચાંદની માં તારી શીતળતા દેખાય છે

તારા આંચળ ની છાવ માં મારો થાક ઉતરી જાય છે

ખુદ ભૂખી રહી ને મને કોળિયો ધરી જાય છે

જીવન જીવવાની મને કળા શીખવી જાય છે

તકલીફ પડે જો મને તો તું ઢાલ બની જાય છે

માં તારા ચરણો માં મને સ્વર્ગ દેખાય છે

કેમે કરી ને ચૂકવું હું રૂણ તારૂં (૨)

સાત જન્મ પણ ઓછા પડી જાય છે

કરૂં સમર્પિત આ દેહ તુજ મમતા ને

પણ પાછું ના લેવાના તારામાં ગુણ દેખાય છે

માં તું તો મમતા નું રૂપ દેખાય છે

© –  કવિ – કુશલ એન. વ્યાસ

બહુવચન: 2 એ “માં તું તો મમતા નું રૂપ દેખાય છે” પર વિચારો કર્યા

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો