Poems

Heart Touchy Poems, Creative Poems, Patriotic Poems, Poems by renown Creators, Poems by New Creators, Poems from Old Gujarati Literature, Poems on Love, Poems on Mother, Poems on Father, Poems on Sister, Poems on Daughter, Poems on Parents, Poems on Nature, Poems on Trees, Poems on Voiceless Brothers, Poems on Animals, Poems on Ocean, Poems on Lord, Poems on Goddess, Poems on Place

Poems

સાવજ ગરજે ! – ચારણ-કન્યા

Written By : Zaverchand Meghani (National Poet) 14th May 2026         (1928 ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઇનામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો. “તુલસીશ્યામથી બે ગાઉ ઝવેરચંદ મેઘાણી, દુલા કાગ વિગેરે … ખજૂરીને નેસડે હતા,ત્યાં રાડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. સાંજવેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોછરડીને સાવજે પાદરમાં જ પાડી. બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારનીયે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વાછરડી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એ વખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણી સાહેબ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.” – દુલા કાગ) સાવજ ગરજે !વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજેઐરાવતકુળનો અરિ ગરજેકડ્યપાતળિયો જોધ્ધો ગરજેમોં ફાડી માતેલો ગરજેજાણે કો જોગંદર ગરજેનાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે?બાવળના જાળામાં ગરજેડુંગરના ગાળામાં ગરજેકણબીના ખેતરમાં ગરજેગામ તણા પાદરમાં ગરજેનદીઓની ભેખડમાં ગરજેગિરિઓની ગોહરમાં ગરજેઊગમણો આથમણો ગરજેઓરો ને આઘેરો ગરજે થર થર કાંપે !વાડામાં વાછડલાં કાંપેકૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડાં કાંપેઝાડતણાં પાંદડલાં કાંપેસૂતાં ને જાગંતાં કાંપેજડ ને ચેતન સૌ એ કાંપેઆંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે !વાદળમાંથી વીજ ઝબૂકેજોટે ઊગી બીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકેહીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકેવીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકેસામે ઊભું મોત ઝબૂકે જડબાં ફાડે! ડુંગર જાણે ડાચા ફાડે!જોગી જાણે ગુફા ઉઘાડે!જમરાજાનું દ્વાર ઉઘાડે!પૃથ્વીનું પાતાળ ઉઘાડે!બરછી સરખા દાંત બતાવેલસ! લસ! કરતી જીભ ઝુલાવે. બહાદર ઊઠે! બડકંદાર બિરાદર ઊઠેફરસી લેતો ચારણ ઊઠેખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠેઘરઘરમાંથી માટી ઊઠે ગોબો હાથ રબારી ઊઠેસોટો લઇ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠેદૂધમલા ગોવાળો ઊઠેમૂછે વળ દેનારા ઊઠેખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠેજાણે આભ મિનારા ઊઠે ઊભો રે’જે !ત્રાડ પડી કે ઊભો રે’જે!ગીરના કુત્તા ઊભો રે’જે!કાયર દુત્તા ઊભો રે’જે!પેટભરા ! તું ઊભો રે’જે!ભૂખમરા ! તું ઊભો રે’જે! ચોર-લૂંટારા ઊભો રે’જે!ગા-ગોઝારા ઊભો રે’જે! ચારણ—કન્યા !ચૌદ વરસની ચારણ કન્યાચૂંદડિયાળી ચારણ કન્યાશ્વેતસુંવાળી ચારણ-કન્યાબાળી ભોળી ચારણ-કન્યાલાલ હીંગોળી ચારણ-કન્યાઝાડ ચડંતી ચારણ-કન્યાપહાડ ઘુમંતી ચારણ—કન્યાજોબનવંતી ચારણ-કન્યાઆગ-ઝરંતી ચારણ-કન્યાનેસ-નિવાસી ચારણ-કન્યાજગદંબા-શી ચારણ-કન્યાડાંગ ઉઠાવે ચારણ-કન્યાત્રાડ ગજાવે ચારણ-કન્યાહાથ હિલોળી ચારણ-કન્યાપાછળ દોડી ચારણ-કન્યા ભયથી ભાગ્યો;સિંહણ, તારો ભડવીર ભાગ્યોરણ મેલીને કાયર ભાગ્યોડુંગરનો રમનારો ભાગ્યોહાથીનો હણનારો ભાગ્યોજોગીનાથ જટાળો ભાગ્યોમોટો વીર મૂછાળો ભાગ્યોનર થઇ તું નારીથી ભાગ્યોનાનકડી છોડીથી ભાગ્યો! રાષ્ટ્રીય શાયરઝવેરચંદ મેઘાણી.માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશ માટે ગૌરવરુપ અદ્ભુત સર્જન, આવા વાસ્ત્વમાં, જેને દેવી પુત્ર કહેવા જ પડે, તેવા સમર્થ સર્જકને શત શત પ્રણામ. #UtpalMehtaProducer

Poems

“દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો.”

Author : Dr. T. C. Chauhan, South Jersey, USA દિકરી એટલે……….દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો. દિકરી સંસારનો કંસાર, દિકરી કંસારની મિઠાશ,દિકરી સાગરનો ઘુઘવાટ, દિકરી દુનિયાનો કિનારો;દિકરી સાગરનો પમરાટ, દિકરી હાસ્યનો ગલગોટો,દિકરી મહેકતો મોગરો, દિકરી સહ્યાબો ગુલાબ; દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો. દિકરી પંખીનું ઊડાણ, દિકરી હંસની નજાકત,દિકરી કળાયેલ મોરલો, દિકરી કોયલનો ટહુકો;દિકરી શિયાળોનું તાપણું, દિકરી ભર તડકાનો છાંયડો,દિકરી વર્ષાનો હેલડો, દિકરી વસંતનો વાયરો; દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો. દિકરી લાગણીનો દિવડો, દિકરી એકાંતનો ડાયરો,દિકરી સુવિચારનો સથવારો, દિકરી મનનો મોતી ચારો;દિકરીનો સ્નેહ બધાથી ન્યારો, દિકરીનો ચહરો સૌથી પ્યારો;દિકરી સૌને ભુલાવે એવી, દિકરી પૃથ્વીલોકની દેવી. દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો.મિતા અને તુષાર ચૌહાણ.20મી ફેબ્રુઆરી, 2026વડોદરા

Poems

“જય જય ગરવી ગુજરાત”

જય જય ગરવી ગુજરાત !જય જય ગરવી ગુજરાત,દીપે અરૂણું પરભાત,ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકીત;તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –ઊંચી તુજ સુંદર જાત,જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત,પૂરવમાં કાળી માત,છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-છે સહાયમાં સાક્ષાતજય જય ગરવી ગુજરાત. નદી તાપી નર્મદા જોય,મહી ને બીજી પણ જોય.વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-સંપે સોયે સઉ જાત,જય જય ગરવી ગુજરાત. તે અણહિલવાડના રંગ,તે સિદ્ધ્રરાજ જયસિંગ.તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-જન ઘૂમે નર્મદા સાથ,જય જય ગરવી ગુજરાત. – કવિશ્રી નર્મદ

ટોચ પર સ્ક્રોલ કરો