Jainism and its basic Understanding જૈનિઝમ – એક આંશિક અભ્યાસક્રમ
Jainism – જૈનિઝમ Written BY : Vinod Shah ‘Vaasu’ – Anand, Gujarat 30th Aug. 2026 જય જીનેન્દ્ર, અહીં એ જણાવતા આનંદ થાય છે કે અમે ખુબ જ જલ્દી આવી રહયાં છીંએ જૈનિઝમના એક એવા આંશિક અભ્યાસક્રમને લઇને, કે જે દરેક જૈન કુટુંબનાં બાળકને જૈનિઝમના બેઝિક શબ્દોને ઓળખવામાં મદદરૂપ બની શકે, તેનો અર્થ સમજી શકે, નવી પેઢીમાં એક વર્ગ એવો છે કે જે જૈન હોવા છતાં કૌટુંબિક વાતાવરણ, ન્યુકલયિર થતાં જતા કુટુંબો કે માતા – પિતાની વ્યસ્તતાને કારણે હજી જૈનિઝમની સાચી ઓળખ, તેનાં કેટલાંક શબ્દોની સમજ, જૈનિઝમના મુળભુત સિધ્ધાંતો, જૈનિઝમમાં સમાવિષ્ટ સુક્ષમ કે ગહન વિજ્ઞાન જેવી બાબતો થી અપરિચીત છે. જેનો પરિચય કે આંશિક મુળભુત સમજ હોવી ખુબ જરૂરી છે, જે સંદર્ભ અમારો અત્રે નમ્ર પ્રયાસ છે કે અમે શકય તેટલી સરળ ભાષામાં તેને નવી પેઢી સુધી આ ડિજીટલ માધ્યમ દ્વારા પહોંચાડી શકીએ. અહીં જરૂર રહેશે માતા –પિતાના સહકારની કે જેઓ માત્ર આ ટુંક સમયમાં જ શરૂ થઇ રહેલ શ્રેણીને તેમનાં સંતાનો સુધી પહોંચાડી તેમને યોગ્ય રીતે માત્ર તે નિયમિત વાંચવા પણ પ્રરિત કરી શકે. અમે આ યુગની વાસ્તવિકતાને નજર સમક્ષ રાખતાં દરેક આર્ટિકલ ટુંકાણમાં આપવા પ્રયત્નશીલ છીંએ કે જેથી યુવા પેઢી માટે તે સરળ બની રહે. આ વિષય ને ન્યાય આપી રહયાં છે આણંદ સ્થિત પ્રસિધ્ધ સાહિત્યકાર અને જૈનિઝમનો સારો અભ્યાસ ધરાવતા શ્રી વિનોદ શાહ, જેઓનું ઉપનામ “વાસુ” છે. જેઓ જૈનિઝમ ઉપર અત્યાર સુધી પ્રસંશનીય કાર્ય કરી ચુકયા છે. અત્રે તેમનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે:- વિનોદ શાહ એક સાહિત્યકાર Author : Vinod Shah “Vaasu” વિનોદ શાહ ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. નવલકથા લેખન અને પટકથા લેખન એમની આગવી આવડત છે. જૈન સાહિત્ય તેમજ જ્યોતિષને લગતું સાહિત્ય તેમના આગવા વિષયો છે. ૪૮ જેટલી નવલકથાઓ, જૈન સાહિત્યમાં ૮ પુસ્તકો, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર તેમજ અંકશાસ્ત્રને લગતાં ૧૨ પુસ્તકો, આ તેમની સાહિત્યરચનાની યાદી છે. આ સિવાય માનવની આભાનું વાંચન (Aura Reading), રેકીની સારવાર, જૈન જ્યોતિષમાં વિશેષ જ્ઞાન એ તેમની વિશેષતાઓ છે. તે જેટલી સરળ ભાષામાં નવલકથાઓ લખે છે તેથી પણ વધારે સરળ ભાષામાં તત્ત્વજ્ઞાનને લગતાં પુસ્તકો લખે છે અને આ જ તેમની સૌથી મોટી ખૂબી છે જે તેમને એક સાહિત્યકાર તરીકે સફળ બનાવે છે. વર્તમાન પત્રોમાં તેમની ધારાવાહિક નવલકથાનું પ્રકાશન તેમજ જ્યોતિષશાસ્ત્રને લગતી કોલમ એ તેમની આગવી ઓળખ છે. – વિનોદ શાહ ‘વાસુ’ ૯૯૭૯૧૩૭૩૮૦







