Spiritual

Related to Enlighten Souls, Places, Spiritual Stories etc

Cover Story, Spiritual

Jainism and its basic Understanding જૈનિઝમ – એક આંશિક અભ્યાસક્રમ

Jainism – જૈનિઝમ Written BY : Vinod Shah ‘Vaasu’ – Anand, Gujarat 30th Aug. 2026 જય જીનેન્દ્ર, અહીં એ જણાવતા આનંદ થાય છે કે અમે ખુબ જ જલ્દી આવી રહયાં છીંએ જૈનિઝમના એક એવા આંશિક અભ્યાસક્રમને લઇને, કે જે દરેક જૈન કુટુંબનાં બાળકને જૈનિઝમના બેઝિક શબ્દોને ઓળખવામાં મદદરૂપ બની શકે, તેનો અર્થ સમજી શકે,  નવી પેઢીમાં એક વર્ગ એવો છે કે જે જૈન હોવા છતાં કૌટુંબિક વાતાવરણ, ન્યુકલયિર થતાં જતા કુટુંબો કે માતા – પિતાની વ્યસ્તતાને કારણે હજી જૈનિઝમની સાચી ઓળખ, તેનાં કેટલાંક શબ્દોની સમજ, જૈનિઝમના મુળભુત  સિધ્ધાંતો, જૈનિઝમમાં સમાવિષ્ટ સુક્ષમ કે ગહન વિજ્ઞાન જેવી બાબતો થી અપરિચીત છે. જેનો પરિચય કે આંશિક મુળભુત સમજ હોવી ખુબ જરૂરી છે, જે સંદર્ભ અમારો અત્રે નમ્ર પ્રયાસ છે કે અમે શકય તેટલી સરળ ભાષામાં તેને નવી પેઢી સુધી આ ડિજીટલ માધ્યમ દ્વારા પહોંચાડી શકીએ.   અહીં જરૂર રહેશે માતા –પિતાના સહકારની કે જેઓ માત્ર આ ટુંક સમયમાં જ શરૂ થઇ રહેલ શ્રેણીને તેમનાં સંતાનો સુધી પહોંચાડી તેમને યોગ્ય રીતે માત્ર તે નિયમિત વાંચવા પણ પ્રરિત કરી શકે. અમે આ યુગની વાસ્તવિકતાને નજર સમક્ષ રાખતાં દરેક આર્ટિકલ  ટુંકાણમાં આપવા પ્રયત્નશીલ છીંએ કે જેથી યુવા પેઢી માટે તે સરળ બની રહે. આ વિષય ને ન્યાય આપી રહયાં છે આણંદ સ્થિત પ્રસિધ્ધ સાહિત્યકાર અને જૈનિઝમનો સારો અભ્યાસ ધરાવતા શ્રી વિનોદ શાહ, જેઓનું ઉપનામ “વાસુ” છે. જેઓ જૈનિઝમ ઉપર અત્યાર સુધી પ્રસંશનીય કાર્ય કરી ચુકયા છે.   અત્રે તેમનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે:-       વિનોદ શાહ એક સાહિત્યકાર Author : Vinod Shah “Vaasu”       વિનોદ શાહ ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. નવલકથા લેખન અને પટકથા લેખન એમની આગવી આવડત છે. જૈન સાહિત્ય તેમજ જ્યોતિષને લગતું સાહિત્ય તેમના આગવા વિષયો છે. ૪૮ જેટલી નવલકથાઓ, જૈન સાહિત્યમાં ૮ પુસ્તકો, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર તેમજ અંકશાસ્ત્રને લગતાં ૧૨ પુસ્તકો, આ તેમની સાહિત્યરચનાની યાદી છે. આ સિવાય માનવની આભાનું વાંચન (Aura Reading), રેકીની સારવાર, જૈન જ્યોતિષમાં વિશેષ જ્ઞાન એ તેમની વિશેષતાઓ છે. તે જેટલી સરળ ભાષામાં નવલકથાઓ લખે છે તેથી પણ વધારે સરળ ભાષામાં તત્ત્વજ્ઞાનને લગતાં પુસ્તકો લખે છે અને આ જ તેમની સૌથી મોટી ખૂબી છે જે તેમને એક સાહિત્યકાર તરીકે સફળ બનાવે છે. વર્તમાન પત્રોમાં તેમની ધારાવાહિક નવલકથાનું પ્રકાશન તેમજ જ્યોતિષશાસ્ત્રને લગતી કોલમ એ તેમની આગવી ઓળખ છે. – વિનોદ શાહ ‘વાસુ’ ૯૯૭૯૧૩૭૩૮૦

Spiritual

A Mystic Divine Soul of Himalaya – હિમાલયના એક પ્રાચીન શિવાલયમાં દૈવી સહાય કરતા સિદ્ધયોગી

Author : દેવેશ મહેતા – Devesh Mehta (Gujarat Samachar Fame) તપોભૂમિ હિમાલય યોગના સાધકો અને સિદ્ધોની પ્રિય ભૂમિ રહી છે. આ ભૂમિ પર  દૈવી શક્તિ ધરાવતા સિદ્ધ પુરૂષોનો ચિરકાલ વાસ હોવાથી ત્યાં એમનો અલૌકિક પ્રભાવ પ્રવર્તમાન રહે છે. ‘ધ હિમાલયન ઇન્સ્ટિટ્યુટ’ના પ્રસ્થાપક અને ભારતના મહાન યોગ સ્વામી રામ એમના ‘લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સ’ પુસ્તકમાં એમના એક સ્વાનુભાવની વાત લખે છે જે આવા એક દૈવી સ્થળે દિવ્ય પુરુષથી સંરક્ષિત થઇ એમની સહાયથી જીવતદાન પામ્યા હતા. હિમાલયના ઉત્સંગમાં બેસી શાંતિ અને આનંદની અનુભૂતિ માટે ગહન ધ્યાનની પ્રક્રિયામાં ઊતરવા અને લૌકિક થાક ઉતારી આત્માને ઊર્જાન્વિત કરવા સ્વામી રામે …  શિવ મંદિરમાં જવાનું નક્કી કર્યું. એવું કહેવાય છે કે આ પ્રદેશના લોકો મંદિરના દેવતાને મકાઇ ધરાવે છે એ પછી જ એને આરોગે છે. જો દેવતાને ધરાવ્યા વિના મકાઇ આરોગે તો તેનું ઘર ધ્રુજવા લાગે છે અને એ વિચિત્ર રીતે વર્તવા લાગે છે. સ્વામી રામે પણ આ સાંભળ્યું હતું એટલે એની વાસ્તવિકતા જાણવાની પણ ઇચ્છા હતી. સ્વામી રામ તે શિવમંદિરથી થોડે દૂર હતા. સાંજના ૭ વાગ્યાનો સમય હતો અંધારું થઇ ગયું હતું. તે પહાડની કરાડની ધાર પર ચાલી રહ્યા હતા. તેમની પાસે ફાનસ કે બેટરી જેવું પ્રકાશ પાથરવાનું કોઇ સાધન નહોતું. તેમણે પગમાં લાકડાની ચાખડીઓ (પાવડીઓ) પહેરી હતી. એટલે અવારનવાર લપસી જવાતું હતું. એક જગ્યાએ તે લપસ્યા, તે કરાડની ધાર એકદમ સીધી હતી અને તે ઊંડી ખાઇમાં પડવાની અણી પર હતા. તેમના મુખેથી ભગવાનના નામનું ઉચ્ચારણ થઇ ગયું. એક પળ માટે થઇ ગયું કે હવે જીવન લીલા સમાપ્ત થઇ જશે. આટલા ઊંચા પર્વતની કરાડની સીધી ધાર પરથી લપસ્યા બાદ બીજું થાય પણ શું? તેમના પગ લપસ્યા, શરીર લથડ્યું અને પડ્યા… હવે આટલી ઊંચાઇએથી પડીને નીચે પછડાઇને મરણ … પામવાનો જ અનુભવ થવાનો હતો. પણ એને બદલે એમને કોઇ દિવ્ય વ્યક્તિના બે હસ્ત વચ્ચે ઝિલાઇ જવાનો અનુભવ થયો. તે મને પકડીને પગદંડી પર લઇ આવ્યા. તેમણે કહ્યું, ‘આ એક પવિત્ર સ્થળ છે અને તું હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે. હું તને તારા જવાના સ્થળ સુધી પહોંચાડી દઇશ. તારે શિવમંદિર જવું છે અને ત્યાં ધ્યાન ધરવું છે તેની મને જાણ છે.’ તે એકદમ સાંકડા રસ્તા પર દસ મિનિટ હાથે પકડીને આગળ લઇ ગયા. ત્યાં એક પાંદડાથી છવાયેલી કુટિર આવી તેની બહાર એક મશાલ સળગતી હતી. એના પ્રકાશમાં મેં જોયું તો મારી રક્ષા કરનાર વ્યક્તિ ઊંચા કદના વૃદ્ધ છતાં યુવાન લાગતા શ્વેત વસ્ત્રધારી યોગીપુરુષ હતા. કુટિરથી આગળ વધ્યા બાદ એમનો આભાર માનવા મેં મારું મોં પાછળથની તરફ ફેરવ્યું તો મારી પાછળ કોઇ નહોતું. મેં ઝડપથી પાછળ ફરીને બારીકાઇથી આગળનો આખો રસ્તો મશાલના પ્રકાશમાં ફરી જોયો પણ તે વૃદ્ધ યોગી ક્યાંય દેખાયા નહીં. બે-ચાર બૂમો પાડી. પણ તેમનો કોઇ પ્રતિસાદ ના મળ્યો. મારી બૂમો સાંભળીને એ કૂટિરમાં રહેતા સાધુ બહાર આવ્યા. એ સાધુ મને અંદર લઇ ગયા. પછી મેં એ સાધુને બધી વાત કરી મેં એમને કહ્યું કે, વૃદ્ધ યોગીએ મને પડવાની અણી પર હતો ત્યારે કેવી રીતે બચાવ્યો અને અહીં સુધી લઇ આવ્યા. તે એક પળમાં જ આ કુટિર પાસેથી અદ્રશ્ય થઇ ગયા. આ સાંભળી એ સાધુની આંખમાં પણ આંસુ આવી ગયાં. તેમણે મને કહ્યું, ‘તમને એ કહેતાં મને ખુશી થાય છે કે હું પણ તમારા જેવી જ સ્થિતિમાંથી ઊગર્યો છું. હું અહીં ૭ વર્ષથી સાધના કરું છું. હું અહીં આવતો હતો ત્યારે રાત્રિના ૧૧વાગ્યા હતા. પહાડની એક કરાડ પાસે હું પણ લપસ્યો હતો. એમણે જ મને બચાવી લીધો હતો અને અહીં સુધી મને મૂકી અદ્રશ્ય થઇ ગયા હતા. મેં એમને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ એ પછી મને એ પ્રત્યક્ષ ક્યારેય દેખાયા નથી.’ બીજે દિવસે સ્વામી રામે ગ્રામવાસીઓને આ વાત કરી. એમણે પણ એમના અનુભવો સંભળાવ્યા કે એ વૃદ્ધ યોગી પુરુષ પર્વત પર અને જંગલમાં એમની અનેક વાર રક્ષા કરે છે. આપત્તિના સમયે છેલ્લી ઘડીએ જ્યારે બચવાનો કોઇ ઉપાય ન રહ્યો ત્યારે એ પ્રકટ થઇને એમને બચાવી લે છે અને એ સુરક્ષિત છે એવું જણાય એટલે અદ્રશ્ય થઇ જાય છે. સ્વામી રામને સ્વાભાવિક રીતે એ જાણવાની ઉત્કંઠા થઇ કે તે યોગી પુરુષ કોણ હતા ? પત્રાચ્છાદિત કુટિર જેમાં પેલા સાધુ રહેતા હતા તે પેલા શિવમંદિરથી માત્ર એક સો વાર દૂર હતી. એ શિવમંદિર જંગલમાં ખુલ્લી જગ્યાએ હતું અને ઊંચા ફરના વૃક્ષોથી ઘેરાયેલું હતું. એ જગ્યાએ ૬૦૦ વર્ષ પૂર્વે એક મકાન સિદ્ધ પુરુષ હતા એવું સ્થાનિક લોકોએ એમના પૂર્વજો પાસેથી સાંભળ્યું હતું. જૂની હસ્તપ્રતોમાંથી પણ તે માહિતી ઉપલબ્ધ તી હતી. તે સ્થળે તેમણે લાંબા સમય સુધી યોગસાધના કરી હતી. તેમણે સૂચના આપી હતી કે તે મહાસમાધિ લે તે પછી ત્યાં છ ચોરસ ફૂટનું એક નાનું મંદિર બનાવવું. તેમાં એક નાનું જ્યોતિર્મય શિવલિંગ પણ પ્રસ્થાપિત કરાયેલું હતું. સ્વામી રામે તે સ્થળે બેસીને અનેક દિવસો સુધી યોગસાધના કરી હતી. એમને ખ્યાલ આવી ગયો હતો કે, એમને પેલા કુટિરવાળા સાધુને અને ગ્રામજનોને સંકટ સમયે દૈવી રીતે સહાય કરી બચાવી લેનારા એ સિદ્ધ પુરુષ છે. સ્વામી રામે એ નાનકડા શિવમંદિરમાં સાધના કરી એના થોડાં વર્ષો બાદ ત્યાં એક બીજો ચમત્કાર પણ બન્યો હતો. કેટલાક બ્રાહ્મણોએ જૂના, સમારકામ ન થઇ શકે તેવા મંદિરના સ્થાને વધારે મોટું, મજબૂત અને ભવ્ય મંદિર બાંધવાનો નિર્ણય કર્યો. નજીકના ગામમાંથી એક વૃદ્ધ સ્ત્રી ત્રણ માઇલ ચાલીને સવાર – સાંજ એ મંદિરે શિવલિંગની પૂજા કરવા આવતી. સાંજે તે મંદિરે દીવો પ્રકટાવતી. આખી રાત તે દીવો ચાલતો. સવારે તે આવતી ત્યારે તે દીવાને બુઝાવી દેતી. તેણે કહ્યું કે આ સ્થાનમાં પૂર્વે  રહેતા સિદ્ધપુરુષે તેને સ્વપ્નમાં એવો આદેશ કર્યો છે કે આ જગ્યાએ મંદિર જેવું છે તેવું જ રાખવામાં આવે. કોઇ મોટું મંદિર કે સમારકામ પણ કરાવવામાં ન આવે. બહારથી આવેલા એન્જિનિયર અને કારીગરોએ એની સૂચના પર ધ્યાન ન આપ્યું. એમણે જૂના મંદિરને ખસેડવા એના પાયાની આસપાસ ખોદવા માંડ્યું. તો એમાંથી પુષ્કળ સાપ નીકળવા માંડ્યા. તેમણે એ માટીની સાથે એ સાપોને પકડીને દૂર ફેંકવા માંડ્યા. પરંતુ જેમ વધારે ઊંડુ ખોદે તેમ વધારે સાપ નીકળે. છ દિવસ સુધી એ કામ ચાલુ જ રાખ્યું તો ય સાપો તો નીકળતા જ રહ્યા. એમને લાગ્યું કે સાપોનો કોઇ પાર જ નથી એટલે અટક્યા. એમણે શિવલિંગને ખસેડવાના હેતુથી એની ફરતે ખોદવાનું શરૂ કર્યું. પણ ખબર પડી કે તે જમીનમાં ખૂબ ઊંડે દટાયેલું હતું. જેટલું વધારે ખોદતા, ખસેડતા, કાઢતા એટલું એ વધારે અંદર રહી ગયેલું દેખાતું. એમણે આઠ ફૂટ ઊંડુ ખોદ્યું પણ એને ખસેડી ન શક્યા. આઠમી રાત્રે એન્જિનિયરને એક સ્વપ્ન આવ્યું તેમાં તેને સ્વામી રામે બચાવ્યા હતા એવા દેખાવવાળા સફેદ વસ્ત્રધારી લાંબી સફેદ દાઢીવાળા વૃદ્ધ યોગી દેખાયા. તેમણે કહ્યું કે, એ શિવલિંગ પવિત્ર છે. એથી એને ખસેડવું નહીં. મંદિરને મોટું ન કરવું. એવો પ્રયાસ કરવા

Photo Story, Motivational, Spiritual

મનુષ્ય કન્યાની સંવેદનશીલતાને અચરજભરી નજરે જોઇ રહેલ મુક શ્વાન માતા

મૂક પ્રાણીની આંખોમાં છલકાતી કૃતજ્ઞતા માનવતાની એવી તસ્વીર, જે પાષાણ હૃદયને પણ ભીની કરી દે… કળિયુગના આ ઝડપી અને સંવેદનહીન બની રહેલા સમયમાં, જ્યાં માણસ માણસની પીડા સમજવાનું કે અનુભવવાનું પણ જાણે કે ભુલી ગયો છે, ત્યાં કોઈ એક સંવેદનશીલ આત્મા જ્યારે મૂક પ્રાણીની વેદનાને પોતાની વેદના સમજી આગળ આવે, ત્યારે માનવતા હજુ જીવંત છે તેવો વિશ્વાસ ફરી જન્મે છે.  આવી જ એક હૃદયસ્પર્શી અને શબ્દાતીત ઘટના વડોદરાની ધરતી પર સર્જાઈ ગઈ. આ એક એવી તસ્વીર કથા છે, જે લાખો શબ્દો કરતાં પણ ઘણું કહી જાય છે,  હૃદયમાં ઉંડે ઉતરી જાય છે. ન્યુ વી.આઈ.પી. રોડ, વડોદરા ખાતે રહેતી કોમ્પ્યુટર એન્જિનિયર કુમારી દેવર્ષી ગાંધી માટે તે માત્ર એક ગલુડિયું નહોતું… તે કોઇ એક પીડાતું રિબાતુ જીવન હતું.  રસ્તા પર ઢસડાઈને ચાલતું, પાછળના બંને પગ કચડાઈ જતા અસહ્ય પીડા સહન કરતું તે નિર્દોષ ગલુડિયું, કદાચ પોતાની વેદના વ્યક્ત પણ કરી શકતું નહોતું. પરંતુ વેદનાની ભાષા માત્ર શબ્દોમાં નથી હોતી… તે આંખોમાં, હલનચલનમાં અને નિઃશબ્દ ચીસોમાં વસતી હોય છે, અને હદયથી જીવનાર આત્મા તે સમજી શકે છે, તે આ ઘટના જોતા લાગે કે નિ:શંક છે. દેવર્ષીનું હૃદય આ દ્રશ્ય જોઈ હચમચી ઉઠ્યું. સતત એક જ વિચાર તેને અંદરથી કચડી રહ્યો હતો — “આ નિર્દોષ જીવને થોડી રાહત કેવી રીતે આપી શકાય?” આ વિચાર માત્ર ક્ષણિક દયા નહોતો, પરંતુ એક જીવંત સંવેદનાનો ઉદય હતો. અંતે, તેની કરુણાભીની લાગણીએ એક અનોખો માર્ગ શોધી કાઢ્યો. દેવર્ષીએ પોતાની મહેનત અને સર્જનાત્મકતાથી “વેસ્ટમાંથી બેસ્ટ”ના સિદ્ધાંત પર એક નાનકડી ચાલણગાડી તૈયાર કરી. અત્યંત કાળજીપૂર્વક પટ્ટાઓ વડે તે ગલુડિયાની કમર સાથે જોડવામાં આવી. જે ગલુડિયું સતત ઢસડાઈને ચાલતું હતું, તે હવે ફરી હલનચલન કરી શકતું બન્યું. તેને પીડામાંથી છુટકારો મળ્યો. કદાચ તેને માટે આ માત્ર ચાલણગાડી નહોતી… એ તો ફરી જીવવાના આશીર્વાદ હતા. પણ આ સમગ્ર દ્રશ્યમાં સૌથી વધારે હૃદય ચીરનાર ક્ષણ હતી — ગલુડિયાની માતાની આંખો… બાજુમાં અડીખમ ઉભેલી શ્વાન માતા, પોતાના સંતાનને મળેલી આ અનોખી રાહતને અચરજ, કરુણા, લાગણી અને અતી ઋણ સ્વીકારના ભાવ સાથે નિહાળી રહી હતી.  તેને જાણે કે કંઈક કહેવું હતું, પણ વાચા નહોતી, એટલે વગર શબ્દો એ પણ આંખોની ભાષા દ્વારા લાખો લાગણીઓ જાણે કે વ્યકત થઈ રહી હતી. માનવી ઘણીવાર લાગણીઓને શબ્દોથી વ્યક્ત કરવા છતાં, જે અભિવ્યક્ત નથી કરી શક્તો, તે પ્રાણીઓ માત્ર આંખો અને હાવભાવ દ્વારા વ્યકત કરી, સીધા આત્મા સુધી પહોંચાડી શકે છે. તેનો આ બોલતો પુરાવો છે. જો કોઈ વાંચક ખરેખર તે ભાષા સમજવા ઇચ્છે કે મૂક પ્રાણી પણ પ્રેમ, વેદના, ધિક્કાર, કરુણા અને આભાર સમજી શકે છે, કે કેવી રીતે વ્યક્ત કરી શકે છે, તો તે સમજવા આ શ્વાન માતાની આંખોમાં ઝાંખી કરી લેવી પૂરતી છે. ફોટો ઝૂમ કરીને જોતા જ તેની આંખોમાં છલકાતી લાચારી, આશ્ચર્ય અને નિઃશબ્દ કૃતજ્ઞતા હૃદયને અંદર સુધી હચમચાવી મૂકે તેવી સ્પષ્ટ લાગણી અનુભવાય છે, જાણે કે તે માતા નિઃશબ્દ કહી રહી હોય — “માણસોમાં હજુ ઈશ્વર જીવંત છે…” દેવર્ષી ગાંધીનું આ કાર્ય સાચા અર્થમાં ઈશ્વર આરાધના સમાન છે. પૂજાથી પણ મહાન આ સેવા છે, જેમાં કોઈ નિઃસહાય જીવની પીડા ઓછી થાય છે. ત્યારે ઈશ્વરને ત્યાં તેની વાસ્તવમાં નોંધ લેવાય છે.  કારણ કે ઈશ્વર કદાચ શબ્દોમાં નહીં, પરંતુ આવી સંવેદનાસભર હદય અને કરુણાભીની ક્ષણોમાં વસે છે. સમાજ આજે ભલે સંવેદનશૂન્ય બનતો જાય, પરંતુ દેવર્ષી જેવા લોકો માનવતાની છેલ્લી દીવાદાંડી સમાન છે — જે હજુ પણ દુનિયાને પ્રકાશ આપે છે. શત શત પ્રણામ દેવર્શી ગાંધી જેવી સંવેદનશીલ આત્માઓને… નમન એ મૂક આંખોના સામર્થ્યને, જે શબ્દો વિના પણ હૃદય સુધી પહોંચી શકે છે… સેલ્યુટ એવા કલાધરને જે… આવી અદભૂત ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી શકયા છે, અને તે ક્ષણને અમર બનાવનાર એ ફોટોગ્રાફ્રર પણ એટલા જ અભિનંદનને પાત્ર છે, કારણ કે ઘણીવાર એક તસ્વીર, આખા સમાજને એ સંદેશ આપી જાય છે, જે હજારો ભાષણો પણ નથી આપી શકતા. આ માત્ર એક ફોટોગ્રાફ નથી… આ માનવતા અને સંવેદનાની જીવંત વ્યાખ્યા છે. આ તસ્વિર વાસ્તવમાં વર્લ્ડ ફોટોગ્રાફી એવોર્ડને પાત્ર છે #UtpalMehtaProducer

Tours & Travels, Spiritual

દિવ્યાત્મા શ્રી નીમ કરૌરી બાબાજી – ભારત – એક આધ્યાત્મિક ધરોહર – Baba Neem Karori jee

Author : Utpal Mehta –  ઉત્પલ મહેતા Date : 30th April, 2026 વિશ્વ વિખ્યાત દિવ્યાત્મા મહાયોગી શ્રી નીમ કરૌરી બાબાજી, બહું ઓછા લોકોને એ ખ્યાલ હ્શે કે તેઓની આદી તપઃસ્થલી એટલે કે મુળ તપોભૂમિ, એ ગુજરાતના વવાણિયા ગામમાં સ્થાન ધરાવે છે. ભારત એ તપોભૂમિ કે આધ્યાત્મિક ભુમિ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. આ દેશના વિવિધ સ્થળો,  હિંદુ સંસ્કૃતિની વિવિધ આશ્ચર્યજનક અને ગહન બાબતોને આજે પણ સાચવી રહયાં છે. તેમાનું એક અભૂતપૂર્વ સ્થળ એટલે ગુજરાતના મોરબી – માળીયા રોડ ઉપર, મોરબીથી કચ્છ જવાના રસ્તે, ડાબી બાજુએ, ૩૯ કિમી અંદર આવેલ વર્ષો જુના બંદર “નવલખી” નજીક સ્થિત વવાણિયા ગામ (https://goo.gl/maps/YMWx4gZoeBUvKDsDA). આ ગામ સ્વયં એક તપોભૂમિ છે. આશ્ચર્યકારક બાબત એ છે કે અહીં સેંકડો મહાન યોગીઓ, સંતો, તપસ્વીઓ  તપશ્ચર્યા કરી ગયા, તેમ છતાં બહુ ઓછા લોકો આ ભૂમિની વિશિષ્ટતાથી પરિચિત છે. આ સ્થળ, શ્રીમદ્‌ રાજચંદ્ર, મા રામબાઇ, બાપા સિતારામ, દિવ્યાત્મા પૂ. શ્રી નીમ કરૌરી બાબાજી જેવાં અતિ ઉચ્ચ કોટિના સિદ્ધાત્માઓના પાવન પગલાં અને તપશ્ચર્યાથી સમૃદ્ધ છે. (પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજી,  આ આર્ટિકલના લેખક શ્રી ઉત્પલ રસિક મહેતાના દાદીના મામા થાય, તે પરમ સદ્ભાગ્ય છે.) વરસો પહેલાં અહીં વવાણિયા ગામમાં પ્રવેશ કરતાં જ પાદરમાં “મા રામબાઇ આશ્રમ” ની સામે શ્રી હનુમાન દાદાજીના એક નાના મંદિરના દર્શન થતા હ્તા. અમે પ્રથમવાર વવાણિયા ગયા તેની પણ એક રસપ્રદ કથા છે. જે ભવિશ્યમાં વર્ણવીશું. હવે મુળ વાત ઉપર આવું, વલસાડ પાસે આવેલ જાણિતી રિયાસત ધરમપુરના રાજવી ફેમિલીના જમાઇ અને ટુરિઝમ સાથે સંકળાયેલ શ્રી પરેશભાઇ રાવલ, તેઓ મારા સ્કુલ કાલીન મિત્ર થાય, તેઓ મારા જીવનમાં શ્રી નીમ કરોરી બાબાજીની બાબતમાં બે વાર નિમિત્ત બન્યા. જે સ્વયં એક ગહન રહસ્ય છે. 20 વર્ષ પહેલાં એકવાર તેઓ મને પીળુ પુંઠું ધરાવતી નાની હિન્દી પુસ્તિકા “કૈંચીધામ કે દિવ્ય સંત બાબા નીમ કરોરીજી”  આપી ગયેલ, જે માત્ર કુતુહલ ખાતર વાંચી મેં તેમને પરત કરેલ અને તે વાત પણ વિસરાઇ ગઇ હતી. અમારું વર્ષમાં જયારે શકય બને ત્યારે અવાર નવાર એક બીજાને ત્યાં રોકાવું સામાન્ય બાબત રહી છે, અને કોઇ નિમિત્ત વગર પણ જઇને રોકાવું ગમે તેવો નાતો રહયો છે. વર્ષો પહેલા,  લગભગ 2018માં પરેશભાઇ અને તેમના પત્નિ હેમકુંવર બા મારે ઘરે 1 – 2 દિવસ રોકાયેલ. તે દરમ્યાન, અમારે દેવાસની તેમની ગુરૂ પરંપરામાં આવતા શિષ્ય, કે જેઓ વડોદરા, નિઝામપુરા રહેતા. તે ડો.ઉપેન્દ્રભાઇ ભટ્ટ સાહેબને મળવા જવાનું થયું. જેઓ હોમિયોપથી અને આયુર્વેદ બંનેમાં વિધ્વતા ધરાવતા અને હોમિયોપથી હોસ્પિટલમાં પ્રોફેસર તરીકે સેવા આપતા એક સજ્જન વ્યકિત લાગ્યા.  શરૂઆતમાં જ થોડી ઘણી ચર્ચા બાદ તેઓ વાસ્તવમાં કોઇપણ જાતના દેખાડા કે અહંમ વગરના એક ઉચ્ચ કોટીના અતી સરળ સાધક કહી શકાય તેવો મારો પ્રમાણિક અભિપ્રાય સર્જાયો, કારણ તેઓ જાતે સ્વયંનું અનુભવ સિધ્ધ જ્ઞાન બતાવવા જરાય ઉત્સુક ના લાગ્યા, જયારે પુછો ત્યારે જરૂર પુરતો જવાબ આપે. આધ્યાત્મિક વાતોમાં બે – અઢી કલાક કયાં નિકળી ગયા તે ખ્યાલ જ ના રહયો,  ધીરેધીરે તેઓને લાગ્યું કે મારા પ્રશ્નો પાછળ આધ્યાત્મિક ભુખ સિવાય કોઇ હેતુ નહોતો, વાસ્તવમાં આધ્યાત્મિક બાબતમાં હું આંતરિક રીતે ભાગ્યે જ કોઇથી પ્રભાવિત થયો હોઇશ તેમાં ભટ્ટ સાહેબને એક ચોકકસ વ્યકિત ઘણી શકાય. હું અને ભટ્ટ સાહેબ વાતોમાં તલ્લિન હતા, તે દરમ્યાન થોડી ખામોશી બાદ અચાનક તેમને શું પ્રેરણા થઇ કે તેમણે મને જણાવ્યું કે “થોભો, હું એક પુસ્તક તમને વાંચવા આપુ છું”, તેમ કહી તેઓએ તેમના ઘરના ઉપરના માળેથી “અલૌકિક યથાર્થ” નામનું શ્રી નીમ કરોરી બાબા ઉપરનું પુસ્તક લાવી મને આપ્યું. હું વિચારમાં પડી ગયો કે આજ નામના સંતની એક નાની પુસ્તિકા પરેશભાઇએ મને આજથી બરોબર પંદર વર્ષ પહેલા આપેલ, જે મેં ઔપચારિકરીતે વાંચી તેમને પરત કરેલ, આજે ફરીથી પરેશભાઇના જ નિમિત દ્વારા એજ સંતનું મોટું પુસ્તક એક સાધક મને આપી રહયા છે શું આ યોગાનુંયોગ હોઇ શકે ? ના, જરૂર કોઇ સંકેત હોઇ શકે. અને મેં તે પુસ્તક અભ્યાસના ભાવ સાથે હાથમાં લીધું. તેમની સાથેની ચર્ચાના વિશિષ્ટ અનુભવો ફરી કયારેક અલગ લેખમાં લઇશું.             તે પછી, બીજા દિવસે  મેં 423 પાનાનું તે પુસ્તક વાંચવાનું શરૂં કર્યુ અને જોતજોતામાં તે બે દિવસમાં કેવી રીતે વંચાઇ ગયું તે ખ્યાલ જ ના રહયો.               તે પુસ્તકમાં એક ઉલ્લેખ આવ્યો, કે યુ.પી. ના એક સિધ્ધ સંત બાળપણમાં બાબાજીને  પ્રેરણા આપે છે કે “ગુજરાત કે સૌરાષ્ટ્ર મે સ્થિત ‘બબાનિયા’ જાઓ ઓર વહાં તપસ્યા કરો”. હું સ્તબ્ધ રહી ગયો, સૌરાષ્ટ્રથી હું ઘણે અંશે પરિચીત છું છતાં “બબાનિયા” નામ કેમ મારી જાણમાં નથી તેનું આશ્ચર્ય થયું, તે રાત્રે જ મેં વિવિધ લોકોને ફોન લગાડી તે વિશે પુછયું, પણ કોઇને “બબાનિયા” નામના સ્થળ હોવાની ખબર જ નહોંતી. મેં ગુગલમાં સર્ચ કરવાનું શરૂ કર્યું, અને એક ઠેકાણે મને “બવાનિયા” જોવા મળ્યું, મને લાગ્યું કે કયાંક ભાષા નું કન્ફયુઝન લાગે છે વધુ સર્ચ કરતાં “વવાણિયા” નામ સામે આવ્યું અને હું ખુશ થઇ ગયો કારણ મારા દાદીના મામા એટલે કે કૃપાળુ દેવ – શ્રીમદ્ રાજચંદ્રજીએ વવાણિયા ખાતે તપસ્યા કરેલ તે મેં મારા પિતાજી પાસેથી સાંભળેલ.             બીજે જ દિવસે હું મધર ને જાણ કરી વવાણિયા જવા નિકળી ગયો, મનમાં ગજબની ઉત્કંઠા અને રોમાંચ હતો. તે યાત્રા કેવી રહી તે ફરી અલગ લેખ માં લઇશું. આ રીતે એક દિવસ રાજકોટ રોકાઇ બીજે દિવસે જ્યારે વવાણિયા પહોંચ્યો અને ગામમાં પ્રવેશ કરતાં જ પાદરમાં આવેલ “મા રામબાઇ આશ્રમ” ના મહંત પુ.શ્રી પ્રભુદાસજીને મળતા તેઓએ ખુબજ પ્રેમથી સત્કાર્યા, તેઓએ જણાવ્યું કે “હા એ વાત સાચી છે કે શ્રી નીમ કરોરી બાબાજી એ અહીં જ સાધના કરેલ”, તેટલું કહેતા તેઓ કાર્યાલયમાંથી મને બહાર ઓટલા ઉપર લઇ આવ્યા અને સામે ની દિશામાં આંગળી લંબાવતા તેમણે જણાવ્યું કે “આ સામે દેખાય છે તે શ્રી હનુમાન દાદાજીના નાના મંદિરની સ્થાપ્ના શ્રી નીમ કરૌરી બાબાજીના સ્વ કરકમલ દ્વારા થયેલ”, અમને મંદિરની સામે જ આવેલ અને શ્રી નીમ કરૌરી બાબાજી દ્વારા સ્થાપિત શ્રી હનુમાન દાદાજીના એક નાના મંદિરના દુરથી દર્શન કરાવ્યા.  ત્યારે મારા રોમાંચનો પાર ના રહયો, કારણ જે હજી બે દિવસ પહેલાં જ હું પુસ્તકમાં વાંચી ને આવ્યો હતો તે સ્થળ અત્યારે મારી નજર સામે હતું. ત્યારે જાણે કે એક અદ્ભૂત રોમાંચ રોમ રોમમાં વ્યાપી ગયો. આ મંદિરની સ્થાપના, એક નાની દેરી રૂપે માત્ર ૧૩ વર્ષની ઉંમરે સ્વયં પ.પૂ.શ્રી નીમ કરૌરી બાબાજીને સ્વ હસ્તે  થયેલ, જે ખૂબ જ મહત્વની બાબત છે.  જ્યાં હનુમાન દાદાજી ની એક નાની દેરી હતી તેમાં ભગવાન શ્રી હનુમાન દાદાજી ના ચરણોમાં શ્રી નીમ કરોરી બાબાજીનો ફોટો સ્થાપિત કરાયેલ હતો, જે અહીં  બાબાજી એ કરેલ સાધનાની સત્યતાની ગવાહી આપતો હતો, આજે તો અહીં ઉપર જણાવ્યું તેમ આવા મહાયોગી દિવ્યાત્મા દ્વારા નિર્માણ પામેલ એક નાનકડી દેરી, અમદાવાદ સ્થિત આર્કિટેક શ્રી વિશાલ ભાવસારની શ્રદ્ધા, અદ્‌ભુત કાર્ય નિષ્ઠા, અને ટ્રસ્ટી મંડ્ળની મહેનત ને

Tours & Travels, Spiritual

કચ્છ – ભુજ સ્થિત ઐતિહાસિક સંદર્ભ ધરાવતું ધોરાવાના શ્રી હનુમાન દાદાજીનું મંદિર

Author : Utpal Mehta –  ઉત્પલ મહેતા Date : 2nd March, 2026 ભુજ શહેરમાં દાખલ થતાં પહેલાં જ કુકમા ગામ આવે, તે પછી તરત જ આવતો ફલાય ઓવર બિ્રજ જ્યાં પુરો થાય ત્યાં ડાબી બાજુ કલા કેન્દ્ર ભુજોડી અને બિ્રજની તરત જ જમણી બાજુએ યુ-ટર્ન રૂપે વળાંક લેતાં જ આવતું એક સુંદર અને ઐતિહાસિક સંદર્ભ ધરાવતું હનુમાન દાદાજીનું ધોરાવાનું અદ્ભુત મંદિર સંકુલ સ્થાન ધરાવે છે. તે સાથે, આ પરિસરમાં મહાદેવજીનું મંદિર, ઉપરાંત  અહીં 12 જ્યોર્તિલિંગને પણ પ્રતિકાત્મકરૂપે સ્થાપવામાં આવ્યા છે તો વિઘ્ન હર્તા શ્રી ગણેશજી પણ અહીં મંદિરમાં શોભી રહયા છે.  આ જ સંકુલની શોભામાં અનેરી વૃધ્ધિ કરતી એવી થોડા સમય પહેલાં સ્થપાયેલ શ્રી હનુમાન દાદાજીની વિશાળ ઉંચી પ્રતિમા અને ભગવાન શ્રીરામજી, લક્ષ્મણજી, જાનકીજી અને દેવાધિદેવ મહાદેવજીની પ્રતિમાઓ દિવસે અલગ અને રાતની રોશનીમાં ઝળાહળા થતી અલગ જ અનુભુતિ કરાવે છે. મંદિરની પાછળ ઐતિહાસિક વાવ આવેલી છે જેનું પુરાતત્વ વિભાગ દ્વારા પુનઃઉત્થાન જરૂરી છે. તો તે સાથે, અહીં બાળકો અને વડિલો પણ આધ્યાત્મિકતા સાથે શાંતિ અને કુદરતને માણી શકે તે અર્થે સુંદર બગિચાનું પણ સર્જન કરાયું છે.                 તો દર્શક મિત્રો, જયારે પણ અર્વાચિન અને પ્રાચિનકાળના સમન્વયરૂપ એવા કચ્છના  જોવા અને માણવા જેવા અનેક ભવ્ય સ્થળો ધરાવતા વૈવિધ્ય સભર આ પ્રદેશના  પ્રવાસે જાઓ  ત્યારે શકય હોય તો આ સુંદર આધ્યાત્મિક સ્થળની અવશ્ય મુલાકાત લેવા અને કચ્છની શાંતિને અહીં વાસ્તવમાં માણ્યાનો અનુભવ મેળવવવા હાર્દિક શુભેચ્છા. કચ્છનાં પરદેશ વસતાં સેંકડો ભકતો એવા છે કે જેઓ જયારે વતન આવે, ત્યારે ભુજ ઉતર્યા બાદ પ્રથમ આ મંદિરના દર્શને જાય છે.  –  ઉત્પલ મહેતા

Spiritual

અણસ્તુ – જીનાલય

Author : Utpal Mehta (ઉત્પલ મહેતા) 2nd April, 2026 મહારાજા સયાજીરાવ શાસિત વડોદરા સ્ટેટના સમયથી જાણિતું તેવું કરજણ તાલુકામાં અણસ્તુ ગામ આવેલું છે.         આ અણસ્તુ ગામ ખાતે લગભગ સંવત   1850 માં એક સુંદર જીનાલયનું નિર્માણ કરાયું હતું. સમયાંતરે જીનાલય જર્જરિત થવા લાગ્યું. જીર્ણ થઇ રહેલ જીનાલયમાં બિરાજતા તિર્થાધિરાજ શ્રી શંખેશ્વર પશ્ર્વનાથ પ્રભુના આ સ્થાનની થઇ રહેલ સ્થિતી જોઇ ભાવિક ભકતો દ્રવિત થવા લાગ્યાં. દરેક ભકતને કુદરતી જ પ્રરણા થવા લાગી કે જીનાલયનો જિર્ણોધ્ધાર જરૂરી છે.         એ જ અરસામાં પુજ્યપાદ કલિકુંડ તિર્થોધ્ધારક શ્રીમદ આચાર્ય વિજય રાજેન્દ્રસુરીશ્વરજી મહારાજ સાહેબના ત્યાં પગલા થયાં, જેઓશ્રીની પ્રરણાથી ત્યાં આ જીનાલાયના જીણોધ્ર્ધારના પુનિત કાર્યનો અને ત્યાં ભવ્ય તીર્થના નિમાાણનો નિર્ણય લેવામાં આવ્યો.         કરજણ ગામથી 4 કિ.મિ.ના અંતરે પાદરા જતા મુખ્ય  રોડ ઉપર અણસ્તુ ગામાના પાદરે વિશાળ જમીન સંપાદિત કરવામાં આવી અને તે સ્થાન ઉપર આજના ભવ્ય  નુતન જીનાલયનું નિર્માણ કરવામાં આવ્યું.         પ.પૂ.સાધુ, સાધ્વીજી અને ભગવંતો માટે વિશાળ ઉપશ્રયો, યાત્રિકોની સુવિધા અર્થે આધુનિક સુવિધાથી સુસજજ સુંદર અને સ્વચ્છતાપુર્ણ ધર્મશાળા, ભોજનશાળા, ભાતાઘર સુવિધાજનક કાર્યાલયનું નિર્માણ કરાયું.         આ જીનાલય ખાતે તીર્થાધિરાજ શ્રી શંખેશ્વર પાશ્ર્વનાથ પ્રભુજીની 31” ની અલૌકિક  પ્રતિમાનું સ્થાપન કરી તેને બિરાજમાન કરાઇ.         આ પ્રસંગ પુજ્યપાદ ગુરૂ ભગવંતોની નિશ્રામાં સંવત 2049 મહાસુદ 6 ને શુક્રવાર, તા.19 – 1- 1993 ના મંગલમય શુભ દિને પ્રભુજીની દિવ્ય પ્રતિમા ત્યાં બિરાજમાન કરી પધરાવવામાં આવી.         આ શુભદિને પ્રાણ પ્રતિષ્ઠા અને અંજન શલાકાના દિવ્ય પ્રસંગે દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભકતો પધાર્યા અને અતી હર્ષ અને ઉલ્લાસ સહ આ પ્રસંગ ઉજવાયો.  જીન શાસનની શોભામાં ચારચાંદ લાગી ગયા, અણસ્તુ નગરમાં જાણે કે ચોથો આરો વર્તાયો. અણસ્તુ સહિત આજુબાજુના ગામના નગરજનો પણ તન,મન અને ધન સહિત પુર્ણ ઉત્સાહ અને શ્રધ્ધા સાથે સૌ મોટી સંખ્યામાં આ પ્રસંગમાં જોડાયા.         આ તીર્થના નુતનકરણ અને સંપન્ન થયેલ ભવ્ય તીર્થના નિર્માણ અને સંપુર્ણ આયોજનમાં પુજ્યપાદ કલિકુંડ તિર્થોધ્ધારક શ્રીમદ આચાર્ય વિજય રાજેન્દ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ, તેઓશ્રીનો શિષ્ય સમુદાય અને પૂ. સાધ્વીજી ભગવંતોનું અવિસ્મરણિય અને હદયપુર્વકનું યોગદાન અને માર્ગદર્શન રહયું જેણે આ નિર્માણકાર્યને સુયોગ્યરીતે સંપન્ન કરવામાં ખુબ જ અગત્યનો ભાગ ભજવ્યો અને આજે આ તીર્થ દેશ વિદેશમાં એક આગવી જ નામના ધરાવતું ભવ્ય તીર્થ બની રહયું.         આ તીર્થની પેઢીનો વહિવટ પણ પ્રમાણિક અને ખરેખર અનુમોદનિય છે. પ્રમુખ, મંત્રીઓ અને સર્વે ટ્રસ્ટીઓની તન, મન, ધન સાથે પ્રાપ્ત થઇ રહેલ સેવા એ આ તીર્થના  જયજયકારમાં અનેરા પ્રાણ પુર્યા છે.  

ટોચ પર સ્ક્રોલ કરો