અણસ્તુ – જીનાલય

Author : Utpal Mehta (ઉત્પલ મહેતા)

2nd April, 2026

મહારાજા સયાજીરાવ શાસિત વડોદરા સ્ટેટના સમયથી જાણિતું તેવું કરજણ તાલુકામાં અણસ્તુ ગામ આવેલું છે.

        આ અણસ્તુ ગામ ખાતે લગભગ સંવત   1850 માં એક સુંદર જીનાલયનું નિર્માણ કરાયું હતું. સમયાંતરે જીનાલય જર્જરિત થવા લાગ્યું. જીર્ણ થઇ રહેલ જીનાલયમાં બિરાજતા તિર્થાધિરાજ શ્રી શંખેશ્વર પશ્ર્વનાથ પ્રભુના આ સ્થાનની થઇ રહેલ સ્થિતી જોઇ ભાવિક ભકતો દ્રવિત થવા લાગ્યાં. દરેક ભકતને કુદરતી જ પ્રરણા થવા લાગી કે જીનાલયનો જિર્ણોધ્ધાર જરૂરી છે.

        એ જ અરસામાં પુજ્યપાદ કલિકુંડ તિર્થોધ્ધારક શ્રીમદ આચાર્ય વિજય રાજેન્દ્રસુરીશ્વરજી મહારાજ સાહેબના ત્યાં પગલા થયાં, જેઓશ્રીની પ્રરણાથી ત્યાં આ જીનાલાયના જીણોધ્ર્ધારના પુનિત કાર્યનો અને ત્યાં ભવ્ય તીર્થના નિમાાણનો નિર્ણય લેવામાં આવ્યો.

        કરજણ ગામથી 4 કિ.મિ.ના અંતરે પાદરા જતા મુખ્ય  રોડ ઉપર અણસ્તુ ગામાના પાદરે વિશાળ જમીન સંપાદિત કરવામાં આવી અને તે સ્થાન ઉપર આજના ભવ્ય  નુતન જીનાલયનું નિર્માણ કરવામાં આવ્યું.

        પ.પૂ.સાધુ, સાધ્વીજી અને ભગવંતો માટે વિશાળ ઉપશ્રયો, યાત્રિકોની સુવિધા અર્થે આધુનિક સુવિધાથી સુસજજ સુંદર અને સ્વચ્છતાપુર્ણ ધર્મશાળા, ભોજનશાળા, ભાતાઘર સુવિધાજનક કાર્યાલયનું નિર્માણ કરાયું.

        આ જીનાલય ખાતે તીર્થાધિરાજ શ્રી શંખેશ્વર પાશ્ર્વનાથ પ્રભુજીની 31” ની અલૌકિક  પ્રતિમાનું સ્થાપન કરી તેને બિરાજમાન કરાઇ.

        આ પ્રસંગ પુજ્યપાદ ગુરૂ ભગવંતોની નિશ્રામાં સંવત 2049 મહાસુદ 6 ને શુક્રવાર, તા.19 – 1- 1993 ના મંગલમય શુભ દિને પ્રભુજીની દિવ્ય પ્રતિમા ત્યાં બિરાજમાન કરી પધરાવવામાં આવી.

        આ શુભદિને પ્રાણ પ્રતિષ્ઠા અને અંજન શલાકાના દિવ્ય પ્રસંગે દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભકતો પધાર્યા અને અતી હર્ષ અને ઉલ્લાસ સહ આ પ્રસંગ ઉજવાયો.  જીન શાસનની શોભામાં ચારચાંદ લાગી ગયા, અણસ્તુ નગરમાં જાણે કે ચોથો આરો વર્તાયો. અણસ્તુ સહિત આજુબાજુના ગામના નગરજનો પણ તન,મન અને ધન સહિત પુર્ણ ઉત્સાહ અને શ્રધ્ધા સાથે સૌ મોટી સંખ્યામાં આ પ્રસંગમાં જોડાયા.

        આ તીર્થના નુતનકરણ અને સંપન્ન થયેલ ભવ્ય તીર્થના નિર્માણ અને સંપુર્ણ આયોજનમાં

પુજ્યપાદ કલિકુંડ તિર્થોધ્ધારક શ્રીમદ આચાર્ય વિજય રાજેન્દ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ, તેઓશ્રીનો શિષ્ય સમુદાય અને પૂ. સાધ્વીજી ભગવંતોનું અવિસ્મરણિય અને હદયપુર્વકનું યોગદાન અને માર્ગદર્શન રહયું જેણે આ નિર્માણકાર્યને સુયોગ્યરીતે સંપન્ન કરવામાં ખુબ જ અગત્યનો ભાગ ભજવ્યો અને આજે આ તીર્થ દેશ વિદેશમાં એક આગવી જ નામના ધરાવતું ભવ્ય તીર્થ બની રહયું.

        આ તીર્થની પેઢીનો વહિવટ પણ પ્રમાણિક અને ખરેખર અનુમોદનિય છે. પ્રમુખ, મંત્રીઓ અને સર્વે ટ્રસ્ટીઓની તન, મન, ધન સાથે પ્રાપ્ત થઇ રહેલ સેવા એ આ તીર્થના  જયજયકારમાં અનેરા પ્રાણ પુર્યા છે.

 

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો