Tours & Travels

Adventure, Tours & Travels

तीन दिन तेंदुए के बीच – रोमांचक सत्य घटनांए – 1

Real Thrilling Incidents – Three Days Between Leopards Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) 6th May, 2026 रोमांच, बारिश और मौत से सामना प्रकृति, भय, रोमांच और जीवन के सबसे अविस्मरणीय अनुभवों की दास्तान भुमिका … नमस्कार मित्रों, मैं मूलतः गुजराती भाषी हूँ। हिंदी बोलने का अवसर जीवन में थोडा-बहुत मिला, क्योंकि मेरा अधिकांश समय मुंबई में बीता और हिंदी फ़िल्मों, टीवी धारावाहिकों तथा हिंदीभाषी मित्रों के बीच रहना हुआ। परंतु किसी भाषा को बोलना और उसी भाषा में प्रभावशाली लेखन करना — दोनों अलग बातें हैं। हिंदी लेखन में मेरी सीमाएँ हैं, किंतु प्रकृति, जंगल और रोमांच के प्रति जो लगाव है, वह बिल्कुल अलग बात है, कह शकते है की यह मेरा एक पेशन है। सो यह अनुभव, में प्रमाणिकता के साथ यहां प्रस्तुत करने कोशिश रहा हूँ। जब मैंने डिजिटल मैगज़ीन शुरू कीया, तब भाषा को लेकर कोई निश्चित योजना नहीं थी। लेकिन धीरे-धीरे महसूस हुआ कि ओर विषयों के साथ यदि प्रकृति और वन्यजीवन के ऐसे अनुभव केवल क्षेत्रीय भाषा तक रहे तो वह सीमित रह जाएँगे। भले ही मेरी हिंदी साहित्यिक न हो, पर यदि मेरी बात देश-विदेश के प्रकृति-प्रेमियों तक पहुँच शके, नई पीढ़ी को जंगल और प्रकृति के प्रति आकर्षित कर शके, तो यही, इस प्रयास की सबसे बड़ी सफलता होगी। यह वह समय है की जब मनुष्य को फिर से प्रकृति की ओर लौटने की आवश्यकता है। जंगल, प्रकृति केवल रोमांच नहीं देते, वे भीतर की थकान को धोते हैं, मन को शांत करते हैं और जीवन को नई ऊर्जा प्रदान करते हैं। यह अनुभव सिध्ध स्टेट्मेंट है, जीस की चर्चा फीर कभी। वन्यजीवन, एडवेंचर टूर और विशेष रूपसे गर्मीओं में हिमालय यात्राएँ — यह मेरा सबसे बड़ा शौक रहा है। हर यात्रा के बाद मैं स्वयं को भीतर से बदला हुआ महसूस करता हूँ। मेरे और मेरे जैसे ही लाइक माइन्डेड दोस्तों के कुछ रोमांचक – थ्रिलिंग अनुभव रहें है, मानता हुं पाठकों को यह जरूर पसंद आएगा, इन्हीं अनुभवों को अलग-अलग अध्यायों में आपके सामने रखने का यह प्रयास है। यह केवल यात्रा-वृत्तांत नहीं, बल्कि प्रकृति के बीच जीए गए वास्तविक क्षणों का दस्तावेज़ है। हर यात्रा के बाद ऐसा लगता है मानो भीतर कोई नई शक्ति जन्म ले चुकी हो। जहां ह्म कुदरत के ज्यादा करीब पहुंचा हुआ महेसुस कर पाए. इस श्रृंखला में वर्णित घटनाएँ पूर्णतः सत्य हैं। इनमें रोमांच अवश्य है, परंतु कहीं भी कल्पना का सहारा लेकर नाटकीय तत्व जोड़ने का प्रयास नहीं किया गया है। जो जैसा घटित हुआ, उसे उसी रूप में प्रस्तुत करने का प्रयास किया है। सामान्यत: प्रवास वर्णन आम विषय की अपेक्षा, विस्त्रुत होता है, वही उसकी मजा है। यह कहानी नहीं है। यह एक ऐसा अनुभव है, जहां खतरा, रोमांच, जंगल जिवनकी अनुभुति और भय एक ही रास्ते पर साथ-साथ चलते रहे है। मेरे वे मित्र, जिनकी वजह से यह यात्रा संभव हुई ;- मेरे कुछ आत्मिय मित्र वर्षों से इको-टूरिज़्म और वाइल्डलाइफ़ एडवेंचर से जुड़े हुए हैं। उनमें से एक हैं कर्णावती (अहमदाबाद) निवासी श्री मनिष वैद्य, और दूसरे हैं धरमपुर, वलसाड निवासी श्री परेश रावल, ग्रुप में जिन्हें सभी “पार्थ” नामसे ज्यादा जानते हैं। मनीषभाई एज्युकेशन से वकील हैं, पर्यावरण विशेषग्य हैं, और देश की कई एडवाइजरी कमिटियों, रिज़र्व फ़ॉरेस्ट, सेंचुरी और नेशनल पार्क्स से जुड़े रहे हैं। प्रकृति के प्रति उनके गहरे प्रेम ने उन्हें पर्यटन को केवल व्यवसाय नहीं, बल्कि जीवन का उद्देश्य बना ने प्रेरित किया। उनकी संस्था “लोरिस एसोसिएट्स” इको-टूरिज़्म क्षेत्र में विशेष कार्य करती है। इसी प्रकार, वलसाड, धरमपुर स्थित मित्र पार्थ ने “नेचर डिस्कवरी” नाम से संस्था बनाई है, जिसके अंतर्गत अनेक प्रकृति एवं जंगल यात्राओं का आयोजन किया जाता है। शुरुआत — यह घटना वर्ष 2018 के मानसून की है। मनीषभाई दक्षिण गुजरात में एक नए इको-टूरिज़्म स्पॉट की तलाश में थे। इसी सिलसिले में हमारे मित्र श्री योगेशभाइपाटील और राकेशभाइ पाटील ने हमें सोनगढ़ फ़ोर्ट आने आमंत्रित किया। उनका “कैल्स” नामक होटल महाराष्ट्र बॉर्डर के नजदीक, एक शांत और घने जंगल से घिरे क्षेत्रके नजदिक में स्थित है। जिवनमें एक बार अवश्य मुलाकात करने योग्य स्थल है, मोनसुनमें “कैल्स” होटेल के सौंदर्य को शब्दो में वर्णीत कर पाना मुश्किल है .   यह इलाका साधारण जंगल नहीं है। हम इस सर्च  के अंतर्गत, दक्षिण गुजरात के सोनगढ फोर्ट के पास में स्थित, घने जंगल की ट्रीप पर निकले, जंगल का, बारिश के दौरान का माहोल मुश्किल ओर जोखिम भरा होता है ।  मनीषभाई अहमदाबाद से आ रहे थे। किसी कारणवश उन्हें देरी हो गई, इसलिए वडोदरा से निकलने में भी हमें दो-तीन घंटे देर हो गई। हम शाम लगभग पाँच बजे मेरी मारुति कार से निकले। गुजरात के हाईवे, यदि सावधानी से ड्राइव किया जाए, तो किसी “लॉन्ग ड्राइव एक्सपीरियंस” से कम नहीं लगते। हम दक्षिण गुजरात के घने जंगलों की ओर निकल पड़े। कहो, जंगल हमें बुला रहा था… हम बड़ौदा से शाम करीब पांच बजे निकले। गुजरात के लंबे हाईवे पर धीमी बारिश के बीच सफर किसी फिल्मी दृश्य जैसा लग रहा था। कहीं चाय, कहीं कॉफी, कहीं सड़क किनारे नाश्ता… बिना जल्दबाजी के सफर आगे बढ़ रहा था। बरसात की मौसम में जंगल का वातावरण अत्यंत सुंदर होने के साथ-साथ खतरनाक भी होता है। कीचड़, फिसलन, अंधेरा, जंगली जानवर और अनिश्चित रास्ते — हर क्षण जोखिम से भरे होते हैं। में इस संदर्भ मे थोडा मूडी हुं, कहीं बार ऐसा हुआ है की सफर के दौरान अगर रास्ता जंगल से गुजरता हो तो में कार साइड मे खडी कर के कुछ देर वहीं बीता ने कोशिश करता हुं। कभी डर भी लगता है, उसे भगाने भी कोशिश करता हुं. मगर मुजे वह थ्रीलींग लगता है. जो लोग केवल सुरक्षित और आरामदायक पर्यटन पसंद करते हैं, वे जंगल प्रवास से दूर रहे। सीर्फ होटेल “कैल्स” अनुभव भी काफी है. उसके आसपास का सौंदर्य भी आपको अदभुत कुदरती अनुभव महेसुस कराएगा.      मित्र योगेशभाई पाटील और उनके छोटे भाई राकेश पाटील “कैल्स” को एक सुंदर होटल के रुप में सम्हाल रहे  है। इतना दूरस्थ इलाका होने के बावजूद वहाँ रहने और भोजन की उत्तम व्यवस्था है। आसपास तेंदुओं का दिखाई देना वहाँ आम बात मानी जाती है। यही क्षेत्र के बिलकुल नजदिक से महाराष्ट्र सीमा की शुरुआत भी

Tours & Travels, Spiritual

દિવ્યાત્મા શ્રી નીમ કરૌરી બાબાજી – ભારત – એક આધ્યાત્મિક ધરોહર – Baba Neem Karori jee

Author : Utpal Mehta –  ઉત્પલ મહેતા Date : 30th April, 2026 વિશ્વ વિખ્યાત દિવ્યાત્મા મહાયોગી શ્રી નીમ કરૌરી બાબાજી, બહું ઓછા લોકોને એ ખ્યાલ હ્શે કે તેઓની આદી તપઃસ્થલી એટલે કે મુળ તપોભૂમિ, એ ગુજરાતના વવાણિયા ગામમાં સ્થાન ધરાવે છે. ભારત એ તપોભૂમિ કે આધ્યાત્મિક ભુમિ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. આ દેશના વિવિધ સ્થળો,  હિંદુ સંસ્કૃતિની વિવિધ આશ્ચર્યજનક અને ગહન બાબતોને આજે પણ સાચવી રહયાં છે. તેમાનું એક અભૂતપૂર્વ સ્થળ એટલે ગુજરાતના મોરબી – માળીયા રોડ ઉપર, મોરબીથી કચ્છ જવાના રસ્તે, ડાબી બાજુએ, ૩૯ કિમી અંદર આવેલ વર્ષો જુના બંદર “નવલખી” નજીક સ્થિત વવાણિયા ગામ (https://goo.gl/maps/YMWx4gZoeBUvKDsDA). આ ગામ સ્વયં એક તપોભૂમિ છે. આશ્ચર્યકારક બાબત એ છે કે અહીં સેંકડો મહાન યોગીઓ, સંતો, તપસ્વીઓ  તપશ્ચર્યા કરી ગયા, તેમ છતાં બહુ ઓછા લોકો આ ભૂમિની વિશિષ્ટતાથી પરિચિત છે. આ સ્થળ, શ્રીમદ્‌ રાજચંદ્ર, મા રામબાઇ, બાપા સિતારામ, દિવ્યાત્મા પૂ. શ્રી નીમ કરૌરી બાબાજી જેવાં અતિ ઉચ્ચ કોટિના સિદ્ધાત્માઓના પાવન પગલાં અને તપશ્ચર્યાથી સમૃદ્ધ છે. (પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજી,  આ આર્ટિકલના લેખક શ્રી ઉત્પલ રસિક મહેતાના દાદીના મામા થાય, તે પરમ સદ્ભાગ્ય છે.) વરસો પહેલાં અહીં વવાણિયા ગામમાં પ્રવેશ કરતાં જ પાદરમાં “મા રામબાઇ આશ્રમ” ની સામે શ્રી હનુમાન દાદાજીના એક નાના મંદિરના દર્શન થતા હ્તા. અમે પ્રથમવાર વવાણિયા ગયા તેની પણ એક રસપ્રદ કથા છે. જે ભવિશ્યમાં વર્ણવીશું. હવે મુળ વાત ઉપર આવું, વલસાડ પાસે આવેલ જાણિતી રિયાસત ધરમપુરના રાજવી ફેમિલીના જમાઇ અને ટુરિઝમ સાથે સંકળાયેલ શ્રી પરેશભાઇ રાવલ, તેઓ મારા સ્કુલ કાલીન મિત્ર થાય, તેઓ મારા જીવનમાં શ્રી નીમ કરોરી બાબાજીની બાબતમાં બે વાર નિમિત્ત બન્યા. જે સ્વયં એક ગહન રહસ્ય છે. 20 વર્ષ પહેલાં એકવાર તેઓ મને પીળુ પુંઠું ધરાવતી નાની હિન્દી પુસ્તિકા “કૈંચીધામ કે દિવ્ય સંત બાબા નીમ કરોરીજી”  આપી ગયેલ, જે માત્ર કુતુહલ ખાતર વાંચી મેં તેમને પરત કરેલ અને તે વાત પણ વિસરાઇ ગઇ હતી. અમારું વર્ષમાં જયારે શકય બને ત્યારે અવાર નવાર એક બીજાને ત્યાં રોકાવું સામાન્ય બાબત રહી છે, અને કોઇ નિમિત્ત વગર પણ જઇને રોકાવું ગમે તેવો નાતો રહયો છે. વર્ષો પહેલા,  લગભગ 2018માં પરેશભાઇ અને તેમના પત્નિ હેમકુંવર બા મારે ઘરે 1 – 2 દિવસ રોકાયેલ. તે દરમ્યાન, અમારે દેવાસની તેમની ગુરૂ પરંપરામાં આવતા શિષ્ય, કે જેઓ વડોદરા, નિઝામપુરા રહેતા. તે ડો.ઉપેન્દ્રભાઇ ભટ્ટ સાહેબને મળવા જવાનું થયું. જેઓ હોમિયોપથી અને આયુર્વેદ બંનેમાં વિધ્વતા ધરાવતા અને હોમિયોપથી હોસ્પિટલમાં પ્રોફેસર તરીકે સેવા આપતા એક સજ્જન વ્યકિત લાગ્યા.  શરૂઆતમાં જ થોડી ઘણી ચર્ચા બાદ તેઓ વાસ્તવમાં કોઇપણ જાતના દેખાડા કે અહંમ વગરના એક ઉચ્ચ કોટીના અતી સરળ સાધક કહી શકાય તેવો મારો પ્રમાણિક અભિપ્રાય સર્જાયો, કારણ તેઓ જાતે સ્વયંનું અનુભવ સિધ્ધ જ્ઞાન બતાવવા જરાય ઉત્સુક ના લાગ્યા, જયારે પુછો ત્યારે જરૂર પુરતો જવાબ આપે. આધ્યાત્મિક વાતોમાં બે – અઢી કલાક કયાં નિકળી ગયા તે ખ્યાલ જ ના રહયો,  ધીરેધીરે તેઓને લાગ્યું કે મારા પ્રશ્નો પાછળ આધ્યાત્મિક ભુખ સિવાય કોઇ હેતુ નહોતો, વાસ્તવમાં આધ્યાત્મિક બાબતમાં હું આંતરિક રીતે ભાગ્યે જ કોઇથી પ્રભાવિત થયો હોઇશ તેમાં ભટ્ટ સાહેબને એક ચોકકસ વ્યકિત ઘણી શકાય. હું અને ભટ્ટ સાહેબ વાતોમાં તલ્લિન હતા, તે દરમ્યાન થોડી ખામોશી બાદ અચાનક તેમને શું પ્રેરણા થઇ કે તેમણે મને જણાવ્યું કે “થોભો, હું એક પુસ્તક તમને વાંચવા આપુ છું”, તેમ કહી તેઓએ તેમના ઘરના ઉપરના માળેથી “અલૌકિક યથાર્થ” નામનું શ્રી નીમ કરોરી બાબા ઉપરનું પુસ્તક લાવી મને આપ્યું. હું વિચારમાં પડી ગયો કે આજ નામના સંતની એક નાની પુસ્તિકા પરેશભાઇએ મને આજથી બરોબર પંદર વર્ષ પહેલા આપેલ, જે મેં ઔપચારિકરીતે વાંચી તેમને પરત કરેલ, આજે ફરીથી પરેશભાઇના જ નિમિત દ્વારા એજ સંતનું મોટું પુસ્તક એક સાધક મને આપી રહયા છે શું આ યોગાનુંયોગ હોઇ શકે ? ના, જરૂર કોઇ સંકેત હોઇ શકે. અને મેં તે પુસ્તક અભ્યાસના ભાવ સાથે હાથમાં લીધું. તેમની સાથેની ચર્ચાના વિશિષ્ટ અનુભવો ફરી કયારેક અલગ લેખમાં લઇશું.             તે પછી, બીજા દિવસે  મેં 423 પાનાનું તે પુસ્તક વાંચવાનું શરૂં કર્યુ અને જોતજોતામાં તે બે દિવસમાં કેવી રીતે વંચાઇ ગયું તે ખ્યાલ જ ના રહયો.               તે પુસ્તકમાં એક ઉલ્લેખ આવ્યો, કે યુ.પી. ના એક સિધ્ધ સંત બાળપણમાં બાબાજીને  પ્રેરણા આપે છે કે “ગુજરાત કે સૌરાષ્ટ્ર મે સ્થિત ‘બબાનિયા’ જાઓ ઓર વહાં તપસ્યા કરો”. હું સ્તબ્ધ રહી ગયો, સૌરાષ્ટ્રથી હું ઘણે અંશે પરિચીત છું છતાં “બબાનિયા” નામ કેમ મારી જાણમાં નથી તેનું આશ્ચર્ય થયું, તે રાત્રે જ મેં વિવિધ લોકોને ફોન લગાડી તે વિશે પુછયું, પણ કોઇને “બબાનિયા” નામના સ્થળ હોવાની ખબર જ નહોંતી. મેં ગુગલમાં સર્ચ કરવાનું શરૂ કર્યું, અને એક ઠેકાણે મને “બવાનિયા” જોવા મળ્યું, મને લાગ્યું કે કયાંક ભાષા નું કન્ફયુઝન લાગે છે વધુ સર્ચ કરતાં “વવાણિયા” નામ સામે આવ્યું અને હું ખુશ થઇ ગયો કારણ મારા દાદીના મામા એટલે કે કૃપાળુ દેવ – શ્રીમદ્ રાજચંદ્રજીએ વવાણિયા ખાતે તપસ્યા કરેલ તે મેં મારા પિતાજી પાસેથી સાંભળેલ.             બીજે જ દિવસે હું મધર ને જાણ કરી વવાણિયા જવા નિકળી ગયો, મનમાં ગજબની ઉત્કંઠા અને રોમાંચ હતો. તે યાત્રા કેવી રહી તે ફરી અલગ લેખ માં લઇશું. આ રીતે એક દિવસ રાજકોટ રોકાઇ બીજે દિવસે જ્યારે વવાણિયા પહોંચ્યો અને ગામમાં પ્રવેશ કરતાં જ પાદરમાં આવેલ “મા રામબાઇ આશ્રમ” ના મહંત પુ.શ્રી પ્રભુદાસજીને મળતા તેઓએ ખુબજ પ્રેમથી સત્કાર્યા, તેઓએ જણાવ્યું કે “હા એ વાત સાચી છે કે શ્રી નીમ કરોરી બાબાજી એ અહીં જ સાધના કરેલ”, તેટલું કહેતા તેઓ કાર્યાલયમાંથી મને બહાર ઓટલા ઉપર લઇ આવ્યા અને સામે ની દિશામાં આંગળી લંબાવતા તેમણે જણાવ્યું કે “આ સામે દેખાય છે તે શ્રી હનુમાન દાદાજીના નાના મંદિરની સ્થાપ્ના શ્રી નીમ કરૌરી બાબાજીના સ્વ કરકમલ દ્વારા થયેલ”, અમને મંદિરની સામે જ આવેલ અને શ્રી નીમ કરૌરી બાબાજી દ્વારા સ્થાપિત શ્રી હનુમાન દાદાજીના એક નાના મંદિરના દુરથી દર્શન કરાવ્યા.  ત્યારે મારા રોમાંચનો પાર ના રહયો, કારણ જે હજી બે દિવસ પહેલાં જ હું પુસ્તકમાં વાંચી ને આવ્યો હતો તે સ્થળ અત્યારે મારી નજર સામે હતું. ત્યારે જાણે કે એક અદ્ભૂત રોમાંચ રોમ રોમમાં વ્યાપી ગયો. આ મંદિરની સ્થાપના, એક નાની દેરી રૂપે માત્ર ૧૩ વર્ષની ઉંમરે સ્વયં પ.પૂ.શ્રી નીમ કરૌરી બાબાજીને સ્વ હસ્તે  થયેલ, જે ખૂબ જ મહત્વની બાબત છે.  જ્યાં હનુમાન દાદાજી ની એક નાની દેરી હતી તેમાં ભગવાન શ્રી હનુમાન દાદાજી ના ચરણોમાં શ્રી નીમ કરોરી બાબાજીનો ફોટો સ્થાપિત કરાયેલ હતો, જે અહીં  બાબાજી એ કરેલ સાધનાની સત્યતાની ગવાહી આપતો હતો, આજે તો અહીં ઉપર જણાવ્યું તેમ આવા મહાયોગી દિવ્યાત્મા દ્વારા નિર્માણ પામેલ એક નાનકડી દેરી, અમદાવાદ સ્થિત આર્કિટેક શ્રી વિશાલ ભાવસારની શ્રદ્ધા, અદ્‌ભુત કાર્ય નિષ્ઠા, અને ટ્રસ્ટી મંડ્ળની મહેનત ને

Tours & Travels

વડોદરાના પસ્ચિમ છેડે સેવાસીમાં આવેલ ‘વિધ્યાધર વાવ’

Author : Utpal Mehta (ઉત્પલ મહેતા) 19th April, 2026 મિત્રો, આજે આપણે વિષય લઇ રહયાં છીંએ, પ્રવાસન. ગુજરાત જેમ સેંકડો બાબતોમાં વિવિધતાઓ ધરાવે છે તેમ જોવા લાયક સ્થળોના વૈવિધ્યથી પણ ગુજરાત સમૃધ્ધ છે. મિત્રો, ભારતમાં ગુજરાત એક એવો પ્રદેશ છે કે જે વિવિધ ભૌગોલિક બાબતોમાં સમુદ્ર, રણ, જંગલો, પહાડો, નદી કે ઝરણા થી માંડી 1600 કિ.મી.નો અદ્ભુત સમુદ્ર કિનારો ધરાવે છે. તો પોતાના ઉદરમાં તે ડાયનોસોરના વારસાને ધરબી બેઠો છે. કયારેક આ ક્ષેત્ર વિશાળકાય ડાયનોસોરના ધરતી ધ્રુજાવતા ડરામણા પગલાંથી ધમધમતો હશે તેવો અહેસાસ કરાવતા ઉતર ગુજરાતના રૈયોલી ખાતે સ્થિત પાર્કથી તે બાબતીની ગવાહી આપે છે. તો સામે પક્ષે તેનો ઐતિહાસિક વારસો પણ સુંદર છે, તેમાનું એક સ્થળ એટલે વડોદરાના પસ્ચિમ છેડે આવેલ સેવાસી ગામની વિધ્યાધર વાવ. આ વાવ ત્યાં અસ્પષ્ટરૂપે વાચ્ય લખાણ ઉપરથી લગભગ તે 540 વર્ષ પુરાણી હોવાનું જણાય છે, તે સાથે બુઝુર્ગો દ્વારા જે પેઢી દર પેઢી ચાલી આવતી માન્યતા પ્રમાણે તેની કેટલીક શાખાઓ પણ નીકળતી હતી અને જે દુર દુર સુધી ફેલાયેલી હતી. જમીનની અંદર સાત માળની ઉંડાઇ ધરાવતી આ વાવને ગુજરાતની ઐતિહાસિક ધરોહરમાં એક સ્થાન આપી તેની જાળવણી કરવી જરૂરી છે.  તેના સાત માળ અને તેની સાથે જોડાયેલ ભવ્ય કુવો આ વાવની ભવ્યતામાં ઉમેરો કરે છે. વડોદરા, ગુજરાતની સફરે આવનાર દરેક પ્રવાસીએ એકવાર આ વાવની મુલાકાત જાતે લેવા જેવી અને પોતાના સંતાનોને પણ આવા સ્થળોથી પરિચીત કરાવવા જેવું સ્થળ છે. વડોદરા રેલ્વે અને બસ સ્ટેશનથી તેનું અંતર લગભગ 10 કિમી. છે. કોઇ યુગમાં પાણીની જાળવણી કે ઉપલબ્ધિના સ્ત્રોત કેવા હતાં તે કલાસસરૂમની વચ્ચે બેસાડી સમજાવવાને બદલે જો નવી પેઢીને આવા સ્થળોનો પરિચય કરાવાય તો તેવું જ્ઞાન ચોકકસ કયારેક યથાર્થ સાબિત થાય.

Tours & Travels, Spiritual

કચ્છ – ભુજ સ્થિત ઐતિહાસિક સંદર્ભ ધરાવતું ધોરાવાના શ્રી હનુમાન દાદાજીનું મંદિર

Author : Utpal Mehta –  ઉત્પલ મહેતા Date : 2nd March, 2026 ભુજ શહેરમાં દાખલ થતાં પહેલાં જ કુકમા ગામ આવે, તે પછી તરત જ આવતો ફલાય ઓવર બિ્રજ જ્યાં પુરો થાય ત્યાં ડાબી બાજુ કલા કેન્દ્ર ભુજોડી અને બિ્રજની તરત જ જમણી બાજુએ યુ-ટર્ન રૂપે વળાંક લેતાં જ આવતું એક સુંદર અને ઐતિહાસિક સંદર્ભ ધરાવતું હનુમાન દાદાજીનું ધોરાવાનું અદ્ભુત મંદિર સંકુલ સ્થાન ધરાવે છે. તે સાથે, આ પરિસરમાં મહાદેવજીનું મંદિર, ઉપરાંત  અહીં 12 જ્યોર્તિલિંગને પણ પ્રતિકાત્મકરૂપે સ્થાપવામાં આવ્યા છે તો વિઘ્ન હર્તા શ્રી ગણેશજી પણ અહીં મંદિરમાં શોભી રહયા છે.  આ જ સંકુલની શોભામાં અનેરી વૃધ્ધિ કરતી એવી થોડા સમય પહેલાં સ્થપાયેલ શ્રી હનુમાન દાદાજીની વિશાળ ઉંચી પ્રતિમા અને ભગવાન શ્રીરામજી, લક્ષ્મણજી, જાનકીજી અને દેવાધિદેવ મહાદેવજીની પ્રતિમાઓ દિવસે અલગ અને રાતની રોશનીમાં ઝળાહળા થતી અલગ જ અનુભુતિ કરાવે છે. મંદિરની પાછળ ઐતિહાસિક વાવ આવેલી છે જેનું પુરાતત્વ વિભાગ દ્વારા પુનઃઉત્થાન જરૂરી છે. તો તે સાથે, અહીં બાળકો અને વડિલો પણ આધ્યાત્મિકતા સાથે શાંતિ અને કુદરતને માણી શકે તે અર્થે સુંદર બગિચાનું પણ સર્જન કરાયું છે.                 તો દર્શક મિત્રો, જયારે પણ અર્વાચિન અને પ્રાચિનકાળના સમન્વયરૂપ એવા કચ્છના  જોવા અને માણવા જેવા અનેક ભવ્ય સ્થળો ધરાવતા વૈવિધ્ય સભર આ પ્રદેશના  પ્રવાસે જાઓ  ત્યારે શકય હોય તો આ સુંદર આધ્યાત્મિક સ્થળની અવશ્ય મુલાકાત લેવા અને કચ્છની શાંતિને અહીં વાસ્તવમાં માણ્યાનો અનુભવ મેળવવવા હાર્દિક શુભેચ્છા. કચ્છનાં પરદેશ વસતાં સેંકડો ભકતો એવા છે કે જેઓ જયારે વતન આવે, ત્યારે ભુજ ઉતર્યા બાદ પ્રથમ આ મંદિરના દર્શને જાય છે.  –  ઉત્પલ મહેતા

Tours & Travels, Cover Story

લાહોલ સ્પિતી ટુર

“લોરિસ ટુર ઓર્ગેનાઇઝર” એટલે 30 વર્ષ ઉપરાંતનો સફળ અનુભવ ધરાવતું ગુજરાતનું એક પ્રમાણભુત નામ. તેનાં પ્રમોટર એટલે મનિષ વૈધ. આ મનિષભાઇ વૈધ સાથે હિમાચલ પ્રદેશના લાહોલ સ્પિતી ટુરમાં જોડાવાનું થયું. તારીખ 4થી જુન, થી તારીખ 14મી જુન એમ 10 દિવસનો પ્રવાસ નક્કી થયો. સૌએ પોત પોતાની અનુકુળતા પ્રમાણે તા.4થી જુને સવારે 8.30 વાગ્યે ચંદિગઢ રેલ્વે સ્ટેશન ઉપર નક્કી કરેલ સ્થળે એકઠા થવું એવો રિપોર્રિંગ સમય નકકી થયો અને જોતજોતામાં એ દિવસ આવી પહોંચ્યો. સૌ લાહોલ સ્પિતીના વૈવિધ્ય વિષે થોડા ગણા પરિચિત હોઇ દરેકમાં તે સ્થળ માટેનો અનેરો આનંદ, ઉત્સાહ અને થ્રીલ અનુભવાઇ રહયાં હતા. લાહોલ સ્પિતી એ પાછલાં થોડા વર્ષોમાં જ પ્રસિધ્ધિ થયેલ અને વિકાસ પામી રહેલ સ્થળ છે, જે હજી પ્રવાસનના લિસ્ટમાં પાછલાં 4 – 5 વર્ષથી તાજું જ ઉમેરાયેલ હોઇ બહુ ધસારો નહીં હોવાને કારણે સવલતો પણ મર્યાદિત છે. તે માત્ર અદ્ભુત જ નહીં પણ જેને શબ્દાતીત કહી શકાય તેવું છે. આ સ્થળ હાઇ એલ્ટીટયુડ પર આવેલ હોઇ પાતળી હવા ધરાવતા આ સ્થળ સુધી પહોંચતા પ્રવાસીઓનું શરીર ટેવાતું જાય માટે મનિષભાઇએ મનાલી થી સ્પિતીને બદલે વાયા સિમલા ટુ સ્પિતી માર્ગ પસંદ કરેલ જે ધીરે ધીરે ઉંચાઇ પકડતો હોઇ યાત્રીના શરીરને પરિસ્થિતી સાથે તાલમેલ સાંધતા જવાનો કુદરતી સમય મળી રહે જે સૌએ અનુભવ્યું. ટુરનું આયોજન મર્યાદિત યાત્રીઓની સંખ્યામાં કરાયું હતું જેથી ટુર અને સર્વે યાત્રીઓને પુરતો ન્યાય આપી શકાય, જે સરવાળે અમને યોગ્ય લાગ્યું. ટુરમાં કુલ 13 યાત્રી અમદાવાદથી જેમાંથી એક યાત્રી ઓસ્ટ્રેલિયાથી આવી જોડાયા હતા અને 11 યાત્રી વડોદરાથી સામેલ હતાં. ટુરનાં એક વિક પહેલા મનિષભાઇએ અમદાવાદ ખાતે એક ગૃપ મિટિંગનું આયોજન કર્યું હતું, જે બેઝિક માહિતી આપવા માટે હતું કે સાથે શું લેવું, તબિયત સંદર્ભે શું કાળજી રાખવી. દવા સહિત કઇ કઇ વસ્તુઓ બર્ફિલા પહાડોના પ્રવાસ સમયે સાથે હોવી અનિવાર્ય ગણાય વિગિેરે બાબતો સામેલ હતી. પાતળી હવામાં જતા પહેલા આગોતરી તૈયારીરૂપે શારિરીક ક્ષમતા વધારવા શું તૈયારી કરવી જોઇએ એ તેઓએ 1 માસ અગાઉ જ સૌને વાકેફ કરી દીધા હતાં. તે મિટિંગ બાદ તે તમામ માહિતીથી વડોદરાના ગૃપને પણ સમયસર માહિતગાર કરવામાં આવ્યું અને કોઇને કોઇ પ્રશ્ન હોય તો પુછી લેવા જણાવાયું. આમ, જોતજોતામાં તા.4થી જુન આવી પહોંચી. મનિષભાઇ આગોતરી તૈયારી અર્થે અને છેલ્લી ઘડીએ કોઇ હેરાન – પરેશાન ના થાય માટે તા.3જીની ટ્રેઇનથી તેઓ ચંદીગઢ પહોંચી ગયા. તા.4થીએ વડોદરા ગૃપ સવારે 5 વાગ્યે વડોદરાથી નિકળી નક્કી થયા પ્રમાણે 8.30 સાબરમતી કે જ્યાંથી ટ્રેઇન ઉપડવાની હતી ત્યાં આવી પહોંચ્યું. બીજી તરફ અમદાવાદના એક યાત્રીનો પ્રવાસ અનિવાર્ય કારણોસર કેન્સલ થતા 12 યાત્રી પણ આવી ગયા અને થોડી જ વારમાં ટ્રેઇન સ્ટાર્ટ થઇ. સૌમાં અનેરો ઉમંગ હતો, ટ્રેઇનમાં સિટીંગ વ્યવસ્થા બરોબર ગોઠવાઇ ગઈ એટલે અન્યોન્યની ઓળખાણ પિછાણનો દોર શરૂ થયો, જે ખુબ જ જરૂરી હતો. ત્યારબાદ, રસ્તામાં બહારના બને તેટલા ઓછા ખોરાક પાણી લેવા પડે એટલે સૌ પોતપોતાને ત્યાંથી કાંઇક ને કાંઇક નાસ્તો તૈયાર કરીને લાવ્યા હતા જે સમય થતા સૌએ એક બીજા સાથે શેયર કરી ચાલુ ટ્રેઇને તે રીતે ભોજનનો આનંદ માણ્યો, જે ખુબ જ આનંદદાયક અને મીઠી યાદરૂપ બની રહયો. સાંજ પડતાં કેટલાંકે મનિષભાઇએ ગાઇડ કર્યા પ્રમાણે જયપુર ઓર્ડર બુક કરાવી દીધેલ તે આવી પહોંચતા તેની જયાફત માણી. રાત્રે લગભગ એક – દોઢ વાગ્યા સુધી આનંદ પ્રમોદ અને વાર્તાલાપ બાદ સૌ નિંદ્રાદેવીને ખોળે પોઢયા. કયારે સવાર પડી ગઇ અને ચંદીગઢ 8 વાગ્યે આવી ગયું તે ખબર જ ના પડી. મનિષભાઇની સુચના પ્રમાણે સૌ એલાર્મ રાખીને સુતા હોવાથી અડધો કલાક પહેલાં ઉઠી તૈયાર થઇ ઉતરવા ગોઠવાઇ ગયાં. ટ્રેઇન સ્ટેશને લાગતા જ અમે મનિષભાઇને પ્લેટફોર્મ ઉપર સ્વાગતમાં ઉભેલા જોતાં સૌને રાહત લાગી. નક્કી તો થયું હતું કે સ્ટેશનથી સીધા જ ફોર્સ ટ્રાવેલર પકડી સફર શરૂ કરી દેવી, પણ મનિષભાઇએ પોતા તરફથી સૌને ચા પાણી અને ફ્રેસ થવા સમય મળી રહે માટે સ્ટેશન નજીકની એક હોટલમાં યાત્રીઓ પાસેથી એકસ્ટ્રા ચાર્જ લીધા વગર 1 કલાકની વ્યવસ્થા ગોઠવી આપી જે સૌને ખુબ જ સવલત સભર અને રાહત દાયક લાગી. આમ, ત્યાંથી સૌની ખરી સફર લગભગ 9.30 વાગ્યે શરૂ થઇ. ચંદીગઢથી 80 કિ.મી.સુધી સૌને વાહનમાં એ.સી.ની જરૂરત રહી પણ પછી હિમાલયનો અહેસાસ શરૂ થયો અને એ.સી. બંધ કર્યા. સિમલા ક્રોસ કર્યા બાદ ઝરમર વર્ષાએ સફરને આહલાદક બનાવવાનું કાર્ય કર્યું અને અમે સાંજે લગભગ 8 કલાકના ડ્રાઇવ બાદ 6.30 વાગ્યે હાઇવે ઉપર જ નારકંડા નજીક બુક થયેલ એક સુંદર હોટલમાં અમારી પ્રથમ રાત્રી રોકાણ માટે બંને વાહનો થોભાવ્યા. હોટલના માણસોએ સામાન વાહનોમાંથી ઉતારી સૌની સુચના પ્રમાણે તેઓને ફાળવવામાં આવેલ રૂમમાં ગોઠવી દીધો. ત્યાર બાદ 1 કલાકનો વિરામ હતો અને ફ્રેસ થઇ સૌએ ડિનર માટે મેઈન હોલમાં રાત્રે 8.30 એ મળવું તેવું નક્કી કરી સૌ પોત પોતાના રૂમમાં આરામ ફરમાવવા પહોંચ્યા. રૂમની વિન્ડોના પડદા ખોલતા જ કુદરતના ભરપુર સૌંદર્યને માણતા સૌ આરામ ભુલી ગયા. રાત્રે નક્કી થયા પ્રમાણે સૌ ડાઇનિંગ હોલમાં આવી પહોંચ્યા, વાસ્તવમાં આવા અંતરિયાળ અને પહાડી પ્રદેશમાં પણ સૌને પિરસાયેલ વેજ પંજાબી ડિનર ખરેખર સ્વાદિષ્ટ અને સ્વચ્છતા સભર હતું જે બદલ સૌએ મનિષભાઇને અભિનંદન પાઠવ્યા અને સૌએ વાર્તા ગોષ્ઠિ કરતાં કરતાં ડિનર માણ્યું. ત્યારબાદ, ગૃપમાં સૌને એકઠા કરી મનિષભાઇએ બીજા દિવસનો ટ્રેક અને સ્ટ્રેટેજી સૌને સમજાવી અને સૌ બહાર ગાર્ડનમાં વોક લઇ પોત પોતાના રૂમમાં આરામ અર્થે પહોંચ્યા. બીજા દિવસે સવારે હેવી બ્રેકફાસ્ટ લઇ અમારી સફર ફરી ચાલુ થઇ. સૌની સ્નો માણવાની અને બર્ફિલા પહાડ જોવાની જાણે કે અદ્મ્ય ઇચ્છા વર્તાઇ આવતી હતી, પણ તેને હજુ ઘણીવાર હતી. તેવું અમારા વાહનના ડ્રાઇવરે જણાવ્યું, જે હજી યંગ હતો પણ આવા પહાડી રસ્તાઓનો અનુભવી અને સ્વભાવનો વાસ્તવમાં સારો હતો….. આ સંપુર્ણ પ્રવાસ વર્ણનને માણવા વૈશ્વિક ગુજરાતીઓ માટે તૈયાર થયેલ યુ ટયુબ ચેનલ (YouTube Channel) “ટી.વી.વલ્ર્ડ ગુજરાત” “TV World Gujarat” – Channel ની લીંક કિલક કરો … https://www.youtube.com/@tvworldgujarat આ ચેનલ ઉપર આપ આ પ્રવાસને લાઇવ માણી શકશો અને તે પછી આ સંપુર્ણ પ્રવાસ આ મેગેઝીનમાં હપ્તારૂપે તો જરૂર આપ વાંચી જ શકશો. આપના પ્રતિભાવ મેગેઝીન અને ચેનલના કોમેંટ બોક્ષમાં જણાવશો તો આનંદ થશે.

ટોચ પર સ્ક્રોલ કરો