બાળકોમાં પ્રવર્તતી એક માનસિક સમસ્યા વિષયક એક અગત્યની જાહેરાત

લેખ ભાષા

Author : Utpal Mehta (ઉત્પલ મહેતા)

21st April, 2026

મિત્રો,

અગત્યની જાહેરાત

અમે આવી રહયાં છીંએ બાળકોમાં પ્રવર્તતી એક માનસિક સમસ્યા વિષયક માહિતી લઇને. જે મુખ્યત્વે બાળકોમાં જોવા મળતી સમસ્યા છે,   જેમાં બાળક માતા-પિતા અને શિક્ષક ની મુંઝવણનો ભોગ બને છે, કારણ માતા-પિતા અને શિક્ષકને મોટેભાગે એ ખ્યાલ નથી આવતો કે સ્લો લર્નર બાળક એ તેની નબળાઇ નથી પણ તે એક માનસિક સમસ્યા ધરાવે છે,  જે યોગ્ય પધ્ધતિ અને થેરાપી થી ઠીક થઇ શકે છે, પરંતું યોગ્ય જાગૃતિના અભાવે કાં તો બાળક બધાની વારંવારની ટકોર કે સરખામણીને કારણે સતત તાણ અનુભવતું થઇ જાય છે કાં નાનપણથી જ લઘુતા ગ્રંથીનો શિકાર બની જાય છે. શહેરોમાં કે નગરોમાં બધી વ્યવસ્થા સરળતાથી મળી શકતી હોવાથી હજી કંઇક જાગૃતિ  છે, પરંતું રાજ્ય કે દેશના કેટલાંય અંતરીયાળ કે દુર સુદુરના સ્થળોએ જ્યાં ઇન્ટરનેટ કે માહિતી ના સરળ આદાન પ્રદાનની મુશ્કેલી હોય ત્યાં આ બાબત જાગૃતિ ખુબ જ ઓછી છે,  યાદ રહે અહીં આપણે “મેન્ટલી સ્પેશિયલી ડિસેબલ્ડ ચાઇલ્ડ”ની વાત નથી કરતાં  આ માત્ર અને માત્ર ઠીક થઇ શકતી વિવિધ માનસિક સમસ્યા ધરાવતાં બાળકોની જ વાત કરીએ છીંએ. 

આમ, સેંકડે અંદાજીત 9 % (ટકા) બાળકોમાં જોવા મળતી આ માનસિક સમસ્યા છે કે જે બાબતે સમાજમાં જોઇએ તેટલી જાગૃકતાનો અભાવ છે,  તે સંદર્ભ અમે ટુંકમાં સમયમાં ગુજરાતી સહિત વિવિધ ભાષાઓમાં આ વિષયક અગત્યની માહિતી પુરી પાડતી “ડિજીટલ પુસ્તિકા” લાવી રહયાં છીંએ, આશા છે કે તે માતા-પિતા, શિક્ષકો અને આ સમસ્યા સામે ઝઝુમતાં બાળકો ને ઉપયોગી બની રહેશે.

સમાજને અભ્યાસકીય હેતુથી ઉપયોગી થાય તે અર્થે પ્રકાશિત થઇ રહેલ આ ઇ-પુસ્તિકા છે. જેને આ “ઓનલાઇન મેગેજીન” ઉપરથી ડાઉનલોડ કરી શકાશે, માટે તમામ માતા-પિતા, શિક્ષકો અને ન્યુ કપલને આ મેગેજીન સતત જોતા રહેવા વિનંતી. ઇ-બુક અપલોડ થતાંની સાથે જો આપ સબસ્ક્રાઇબર હશો તો આપને લગભગ નોટીફિકેશન થી તરત જાણ થઈ જશે.

સર્વે  સુખીના ભવતુઃ

 સર્વે સન્તુ નિરામયાઃ

સર્વે ભદ્રાણિ પશ્યન્તુઃ

મા કશ્ચિદ્ ભાગ્ભવેત્ઃ

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

અસ્તુ…ધન્યવાદ…

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો