Good deed always speaks, A Positive Story. સદભાવના અને વિશ્વાસની એક પ્રેરણાદાયી ઘટના
Written By : Utpal Mehta – Producer (ઉત્પલ મહેતા)
8th June, 2026

આજના સમયમાં વાહન માત્ર વૈભવનું પ્રતીક નથી રહ્યું, પરંતુ દૈનિક જીવન અને સામાજિક જવાબદારીઓ નિભાવવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. ખાસ કરીને જ્યારે મર્યાદિત બજેટમાં સેકન્ડ હેન્ડ વાહન ખરીદવાનો પ્રશ્ન હોય ત્યારે યોગ્ય વાહનની પસંદગી અને તે અર્થે એક વિશ્વાસપાત્ર વ્યક્તિની શોધ એક પડકારરૂપ કાર્ય બની જાય છે.
તાજેતરમાં સામાજિક હેતુસર એક વાહનની જરૂરિયાત ઉભી થતાં વિવિધ સ્થળોએ શોધ કરવાનો અવસર મળ્યો. આ પ્રક્રિયા દરમિયાન ઘણાં લોકો સાથે મુલાકાત થઈ અને એ અનુભવ્યું કે પ્રારંભિક વાતચીત અને અંતિમ વ્યવહાર વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળ્યો. આવા સમયમાં યોગ્ય માર્ગદર્શન, નિખાલસ સ્વભાવ અને સહકારનું મહત્વ વધુ સ્પષ્ટ રીતે સમજાય છે.
આ જ શોધખોળ દરમિયાન ફુટ્બોલ મેદાન સામે, વુડા સર્કલ – નારાયણ ગાર્ડન રોડ, ન્યુ અલકાપુરી, ગોત્રી રોડ વિસ્તાર ખાતે આવેલ ‘એપલ ઓટો ડીલ’ ના સંચાલક ‘હેમંતભાઈ શ્રીમાળી’ સાથે મુલાકાત થઈ. સમગ્ર પરિસ્થિતિ અને મર્યાદિત બજેટ વિશે તેમને સ્પસ્ટપણે જાણ કરવામાં આવી. તેમણે એક કાર બતાવી, ગુણવત્તાની દૃષ્ટિએ સારી હતી, પરંતુ બજેટની મર્યાદાને કારણે નિર્ણય સરળ નહોતો.

એક બે મુલાકાત અને ચર્ચા બાદ તેમને એ સમજ્યું કે ખરીદી પાછળનો હેતુ નિષ્ઠાપૂર્વકનો છે અને વાહનનો ઉપયોગ એક સારા સામાજિક કાર્ય માટે થવાનો છે. પરિણામે તેમણે માનવીય અભિગમ દર્શાવી કિંમતમાં યોગ્ય બાંધછોડ કરીને સમસ્યાનું સકારાત્મક નિરાકરણ લાવવામાં સહકાર આપ્યો.
આ ઘટનાનો ઉલ્લેખ કરવાનો હેતુ કોઈ વ્યક્તિ કે સંસ્થાનો પ્રચાર કરવાનો નથી. આ માત્ર એ હકીકતને પ્રકાશિત કરવાનો પ્રયાસ છે કે આજના સમયમાં પણ એવા લોકો છે, જેઓ માત્ર વ્યાવસાયિક લાભને જ મહત્વ નથી આપતા, પરંતુ યોગ્યતા, વિશ્વાસ અને સારા કાર્યના ભાવને પણ સમજે છે. આવા સહયોગી અભિગમથી માત્ર એક વ્યવહાર પૂર્ણ નથી થતો, પરંતુ સમાજમાં સકારાત્મકતાનો સંદેશ પણ પ્રસરે છે.
સારું કાર્ય અને સદભાવના ઘણી વખત કોઈ જાહેરાત વિના પણ પોતાની અસર છોડી જાય છે. એક વ્યક્તિનો નિષ્ઠાપૂર્વકનો સહકાર અનેક લોકોને પ્રેરણા આપી શકે. ભૌતિકવાદી યુગમાં પણ માનવતા, વિશ્વાસ અને સહભાગિતાની ભાવના જીવંત છે, એ દર્શાવતી આવી પોઝિટીવ ઘટનાઓ સમાજને વધુ સંવેદનશીલ અને સુંદર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
અંતે એટલું જ કહી શકાય કે દરેક કાર્યનું મૂલ્યાંકન માત્ર આર્થિક દૃષ્ટિકોણથી ન થવું જોઈએ. ક્યારેક એક નાનકડું સત્કાર્ય, એક સકારાત્મક નિર્ણય અથવા એક નિષ્ઠાવાન સહકાર પણ સમાજમાં સદ્કાર્યોની નવી પ્રેરણા જગાવી શકે. આવા લોકો અને આવા પ્રસંગો જ આપણો વિશ્વાસ જીવંત રાખે છે કે સદભાવના આજે પણ સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. બાકી બધું રુણાનુંબંધને આધારિત છે.
#UtpalMehtaProducer
