કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ રહેશે, શૉ-કૅસનો ઉપહાર નહીં કરું.

લેખ ભાષા

Poem Written By – સૌજન્ય અને ઋણ સ્વિકાર: અજ્ઞાત સર્જક (વ્હોટસેપ)

4th June, 2026

કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ રહેશે, શૉ-કૅસનો ઉપહાર નહીં કરું.

આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું, મારી મનોદશાની તને જાણ નહિ કરું,

અપાર કૃપા છે કૃપાનિધાનની, જો ઈચ્છું તો રાજ પણ થઈ શકે તખ્ત નશીન,

અંડર એસ્ટિમેટ કરીશ નહીં, પણ વાત જયાં હદયની હોય, ત્યાં જ છે કસોટી સમર્પણની,

વર્સો નીકળી ગયા તો બાકી જીંંદગી પણ નીકળી જશે, હવે બહું હરખ શોખ નથી,

ભલે ભડકે બળી જતું શહેર ઈચ્છાઓનું, તારી ગલીમાં આવી રમખાણ નહિં કરું,

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ તારી, પણ ઈશ્વરને કરગરી, વધુ રોકાણની યાચના નહીં કરું,

કહયું હતું મેં કે જો કરવી હોય પરિક્ષા હદયની, તો સામી છાતીએ ગોળી ચલાવજે, પીછેહઠ નહીં કરું,

છે દિવાલ જે રચેલી તારી, તોડજે તું તલભાર જો ઈચ્છે તો તારા તરફથી, મારી બાજુથી હું ભંગાણ નહિ કરું,

કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ રહેશે, શૉ-કૅસનો ઉપહાર નહીં કરું.

સૌજન્ય અને ઋણ સ્વિકાર: અજ્ઞાત સર્જક (વ્હોટસેપ)

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો