માં તું તો મમતા નું રૂપ દેખાય છે

Poem Written By – Kavi Kushal N. Vyas – Vadodara
1st June, 2026
માં
માં તું તો મમતા નું રૂપ દેખાય છે
ચંદ્રમાં ની ચાંદની માં તારી શીતળતા દેખાય છે
તારા આંચળ ની છાવ માં મારો થાક ઉતરી જાય છે
ખુદ ભૂખી રહી ને મને કોળિયો ધરી જાય છે
જીવન જીવવાની મને કળા શીખવી જાય છે
તકલીફ પડે જો મને તો તું ઢાલ બની જાય છે
માં તારા ચરણો માં મને સ્વર્ગ દેખાય છે
કેમે કરી ને ચૂકવું હું રૂણ તારૂં (૨)
સાત જન્મ પણ ઓછા પડી જાય છે
કરૂં સમર્પિત આ દેહ તુજ મમતા ને
પણ પાછું ના લેવાના તારામાં ગુણ દેખાય છે
માં તું તો મમતા નું રૂપ દેખાય છે
© – કવિ – કુશલ એન. વ્યાસ

ખૂબ સરસ.
મા વિશે લખેલી આ કૃતિ હૃદયને સ્પર્શ કરી જાય છે.
Amazing shayari…. Keep it up