Why Term Plan is so Important. આજના અનિશ્ચિત યુગમાં ટર્મ પ્લાન કેવી રીતે પરિવારની આર્થિક સુરક્ષાનું સૌથી મજબૂત કવચ બની શકે

લેખ ભાષા

લેખક : નિર્વિષ શાહ ( Senior Business Associate | MDRT ) – + 91 – 93288 40504

25th July, 2026

Term Plan

       આજનો વિશય છે Why Term Plan is so Important. આજનો સમય વિજ્ઞાન, ટેક્નોલોજી અને આધુનિક સુવિધાઓનો યુગ છે. પરંતુ બીજી બાજુ, આ જ સમય અનેક પ્રકારની અનિશ્ચિતતાઓથી પણ ભરેલો છે. કોરોના જેવી અણધારી મહામારીની શક્યતાઓ, હાર્ટ એટેક, કેન્સર જેવા ગંભીર રોગો, માર્ગ અકસ્માતો, વિશ્વમાં વધતું પ્રદુશણ, વધતી ગુન્હાખોરી, કુદરતી આફતો, યુદ્ધના જોખમો, વધતી મોંઘવારી અને સતત વધી રહેલો માનસિક તણાવ – પ્રદુશિત ખોરાક આ બધું આપણને એ યાદ અપાવે છે કે જીવનનો કોઈ ભરોસો નથી.

આવા સમયમાં એક પ્રશ્ન દરેક પરિવારના મનમાં આવવો જોઈએ – જો ઘરની મુખ્ય કમાણી કરતી વ્યક્તિને અચાનક કંઈ થઈ જાય, તો પરિવારના ભવિષ્યનું શું થશે?

માત્ર લાગણીઓ નહીં, આર્થિક સુરક્ષા પણ જરૂરી

પરિવાર માટે પ્રેમ, લાગણી અને સંસ્કાર અમૂલ્ય છે. પરંતુ જીવનની વાસ્તવિકતા એ છે કે વિવિધ ખર્ચ અર્થે  નાણાંની જરૂર રહેવાની જ.
એક વ્યક્તિ માત્ર પોતાના માટે નથી કમાતી. તેની આવક પર જીવનસાથી, બાળકો, માતા-પિતા અને ઘણીવાર સમગ્ર પરિવારનું ભવિષ્ય નિર્ભર હોય છે. જો કમાણી કરનાર વ્યક્તિ અચાનક દુનિયા છોડી જાય, તો પરિવાર માત્ર ભાવનાત્મક આઘાત જ નહીં, ઘણી વખત પરિવારે અતી અઘરી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે, બાળકોના અભ્યાસમાં મુશ્કેલી આવે કે  જીવનધોરણમાં મોટો ઘટાડો થાય.

એક સમય હતો જ્યારે લોકો જીવન વીમાને માત્ર બચત અથવા ટેક્સ બચાવવાના સાધન તરીકે જોતા હતા. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં કોરોના મહામારી, વધતી મોંઘવારી, જીવનશૈલીમાં આવેલા બદલાવ અને વધતી આર્થિક જવાબદારીઓએ આપણને એક મોટો પાઠ શીખવ્યો છે કે જીવન અનિશ્ચિત છે, પરંતુ પરિવારનું ભવિષ્ય અનિશ્ચિત ન હોવું જોઈએ.

કારણ : અકસ્માત કે ગંભીર બીમારી કોઈને પણ થઈ શકે.
વધતી મોંઘવારીને કારણે પરિવારના માસિક ખર્ચ સતત વધી રહ્યા છે.
મોટાભાગના પરિવારો વિવિધ લોન, અથવા અન્ય નાણાકીય જવાબદારીઓ ધરાવે છે.
બાળકોના શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસનો ખર્ચ વર્ષોથી ઝડપથી વધી રહ્યો છે.
એક જ વ્યક્તિની આવક પર આધારિત પરિવારોમાં જોખમ વધુ હોય છે.

ઘણા લોકો મોંઘા મોબાઇલ, વાહન અથવા અન્ય સુવિધાઓ પર સરળતાથી ખર્ચ કરે છે, પરંતુ પોતાના પરિવારની લાંબા ગાળાની આર્થિક સુરક્ષા માટે યોગ્ય આયોજન સંદર્ભે સભાનતા નો અભાવ ધરાવે  છે. ત્યારે ખરેખર એવું વિચારવું જોઇએ કે જો કમાણી કરતી ઘરની વ્યક્તિ ને કંઇ થાય તો ભાવી સુરક્ષાનું આયોજન શું ?

ત્યારે વિચાર આવે કે તો શું કરવું જોઇએ ? તો તેનો ખરેખર એક સારો વિકલ્પ છે – ટર્મ પ્લાન.

આ સંદર્ભે આણંદ સ્થિત અનુભવી અને સફળ ફાઇનાન્સ સલાહકાર શ્રી નિર્વિશ શાહ શું કહે છે ?

Finance Advisor & Planner – Nirvis Shah – ફાઇનાન્સ સલાહકાર શ્રી નિર્વિશ શાહ

આ તમામ કારણોસર, ટર્મ પ્લાન Term Plan માત્ર એક વીમા પોલિસી નથી, પરંતુ પરિવારના ભવિષ્ય માટે જવાબદારીપૂર્વકનું આયોજન છે. એવા સમયે પરિવાર માટે ટર્મ પ્લાન ચોક્કસ સૌથી મોટો આર્થિક આધાર બની શકે.

વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ટર્મ પ્લાન સંદર્ભે ભારતમાં જાગૃતિ ?

વિકસિત દેશો જેમ કે અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં જીવન વીમા અંગે લોકોમાં જાગૃતિ ઘણી વધુ છે. ઘણા પરિવારો તેમની આવક અને જવાબદારીઓ પ્રમાણે પૂરતું જીવન વીમા કવર રાખે છે. નાણાકીય આયોજનમાં ટર્મ પ્લાનને મૂળભૂત જરૂરિયાત માનવામાં આવે છે.

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જાગૃતિ વધી છે, પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં પરિવારો પાસે પૂરતું જીવન વીમા કવર જેને વાસ્તવ માં કવચ કહી શકાય તે જ નથી. મોટે ભાગે લોકો રોકાણ અને વીમાને એક જ વસ્તુ માની લે છે, જ્યારે કેટલાક લોકો માને છે કે “મને કશું થવાનું નથી.” આવો આત્મ વિશ્વાસ સારી વાત છે, પણ કયારેક આવી માનસિકતા પરિવાર માટે જોખમી સાબિત થઈ શકે.

ટર્મ પ્લાન એટલે શું? What is Term Plan ?

Why Term Plan is so Important ? ટર્મ પ્લાન શા માટે જરુરી છે ?

ટર્મ પ્લાન એ જીવન વીમાનો સૌથી સરળ અને અસરકારક પ્રકાર છે. જો પોલિસીની મુદત દરમિયાન વીમાધારકનું અવસાન થાય, તો તેમના પરિવારને અગાઉથી નક્કી કરેલી મોટી રકમ (સમ એશ્યોર્ડ) મળે. આ રકમ પરિવારને જીવનના જરૂરી ખર્ચ, બાળકોના ભણતર, કોઇ પ્રકારની લોન કે આર્થિક બોઝ હોય તો તે, અનિવાર્ય ભાવી પ્રસંગો કે અન્ય જવાબદારીઓ પૂર્ણ કરવામાં મદદરૂપ બને છે.

ટર્મ પ્લાનનો મુખ્ય હેતુ રોકાણ નહીં, પરંતુ પરિવારની આર્થિક સુરક્ષા છે.

ટર્મ પ્લાન વિશેની કેટલીક ગેરસમજો

“હું હજુ યુવાન છું.”
અકસ્માત અને ગંભીર બીમારીઓ ઉંમર જોઈને આવતી નથી.

“મારી કંપની વીમો આપે છે.”
નોકરી બદલતાં અથવા નિવૃત્તિ પછી પણ તે વીમો ચાલુ રહે જ એવું શક્ય ના પણ બને. એવે સમયે  વ્યક્તિગત ટર્મ પ્લાન અલગ સુરક્ષા આપે છે.

“ટર્મ પ્લાનમાં પૈસા પાછા મળતા નથી.”
ટર્મ પ્લાનનો હેતુ નફો કમાવાનો નહીં, પરંતુ મુશ્કેલ સમયમાં પરિવારને મોટી આર્થિક મદદ પહોંચાડવાનો છે. ઘરનું ફાયર ઇન્શ્યોરન્સ જેમ આગ ન લાગે તો ક્લેમ મળતો નથી, છતાં આપણે સુરક્ષા માટે વીમો લઈએ છીએ; તેવી જ રીતે ટર્મ પ્લાન પણ આર્થિક સુરક્ષા માટે છે.


યોગ્ય ટર્મ પ્લાન કેવી રીતે પસંદ કરવો?

– પોતાની આવક અને પરિવારની જરૂરિયાત મુજબ પૂરતું કવર પસંદ કરો.
– વિવિધ લોન અને અન્ય જવાબદારીઓને ધ્યાનમાં લો.
– વિશ્વસનીય વીમા કંપની, એજ્ન્સી કે એજન્ટ પસંદ કરો.
– પોલિસીની તમામ શરતો સમજીને નિર્ણય લો.
– સમયાંતરે પોતાની આવક અને જવાબદારીઓ પ્રમાણે કવરનું પુનઃમૂલ્યાંકન કરો.

ટર્મ પ્લાન એ જીવન વીમાનો એવો પ્રકાર છે જેમાં ખૂબ જ ઓછા પ્રીમિયમમાં ખૂબ મોટું જીવન કવર મળે છે.

જો પોલિસીની મુદત દરમિયાન વીમાધારકનું અવસાન થાય, તો તેમના પરિવારને (નોમિનીને) નક્કી કરેલી વીમાની રકમ મળે છે. આ રકમથી પરિવાર, જીવનની નાની મોટી વિવિધ આર્થિક જવાબદારીઓ સરળતાથી સંભાળી શકે છે.

ફરી સરળ શબ્દોમાં કહીએ તો…

ટર્મ પ્લાન પૈસા કમાવવા માટે નથી. પરિવારને આર્થિક રીતે બચાવવા માટે છે.

દરેક કમાઉ વ્યક્તિએ ટર્મ પ્લાન શા માટે લેવો જોઈએ? Why every earning person should have to take  Term Plan, in present era ?

આજે લગભગ દરેક વ્યક્તિ ઉપર કોઈને કોઈ જવાબદારી હોય છે.

– હોમ લોન
– કાર લોન
– બાળકોનું શિક્ષણ
– માતા-પિતાની જવાબદારી
– પરિવારના રોજિંદા ખર્ચ
– ભવિષ્યના સપનાઓ

જો કમાઉ વ્યક્તિની આવક અચાનક બંધ થઈ જાય તો શું થાય ?

ઘરના ખર્ચ તો ચાલુ જ રહેશે.

આ જ કારણ છે કે ટર્મ પ્લાનને આજે Income Replacement Plan પણ કહેવામાં આવે છે.

કેટલું કવર પૂરતું કહેવાય?

ઘણા લોકો રુ. 20 લાખ કે રુ. 25 લાખનું કવર લઈને નિશ્ચિંત થઈ જાય છે.

પરંતુ વિચાર કરો…

જો તમારી વાર્ષિક આવક રુ. 10 લાખ હોય તો માત્ર રુ. 20 લાખનું કવર તમારા પરિવારને કેટલા સમય સુધી મદદ કરશે?

આથી નિષ્ણાતો સામાન્ય રીતે વાર્ષિક આવકના ઓછામાં ઓછું 10 થી 15 ગણું, અને કેટલીક પરિસ્થિતિમાં 20 ગણું કવર લેવાની સલાહ આપે છે.

યોગ્ય કવર નક્કી કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ:

– પરિવારનો માસિક ખર્ચ
– બાકી લોન
– બાળકોનું ભવિષ્ય
– મોંઘવારી
– નિવૃત્તિ સુધીનો સમય

આજના સમયમાં ઉપલબ્ધ ટર્મ પ્લાનના મુખ્ય પ્રકારો

1. Non-Return of Premium Term Plan

આ સૌથી સરળ અને સૌથી ઓછા પ્રિમિયમવાળો પ્લાન છે.

કોના માટે યોગ્ય?

જે વ્યક્તિ ઓછા ખર્ચમાં સૌથી વધુ જીવન કવર ઇચ્છે છે.

લાભ :  

– ઓછું પ્રીમિયમ,

– ઊંચું જીવન કવર,

– પરિવાર માટે શ્રેષ્ઠ સુરક્ષા,

જો પોલિસી પૂર્ણ થાય અને કોઈ ક્લેમ ન આવે તો પ્રીમિયમ પરત મળતું નથી.

2. Return of Premium Term Plan

ઘણા લોકો પૂછે છે…

“જો મને કંઈ ન થાય તો મારા પૈસા શું?”

આવા લોકો માટે Return of Premium પ્લાન સારો વિકલ્પ છે.

જો પોલિસી પૂર્ણ થાય અને જીવન વીમાનો ક્લેમ ન આવ્યો હોય, તો કંપની પોલિસીની શરતો મુજબ ચૂકવેલ બેઝિક પ્રીમિયમ પાછું આપે છે.

લાભ : –

જીવન કવર ઓછું પણ પ્રીમિયમ પાછું મળવાની સુવિધા,

બચત જેવો માનસિક સંતોષ

આ પ્લાનનું પ્રીમિયમ સામાન્ય ટર્મ પ્લાન કરતાં થોડું વધુ હોય છે.

3. Investment Linked Term Plan (Market / Mutual Fund સાથે જોડાયેલ)

આજના સમયમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો વિકલ્પ.

આ પ્લાનમાં જીવન સુરક્ષા ઉપરાંત લાંબા ગાળાના રોકાણની તક પણ મળે છે.

ગ્રાહકના નાણાં પસંદ કરેલા માર્કેટ લિંક્ડ ફંડમાં રોકાય છે અને લાંબા ગાળે સંપત્તિ સર્જવાનો અવસર મળે છે.

મુખ્ય લાભ : –

જીવન સુરક્ષા, રોકાણ, લાંબા ગાળે સંપત્તિ સર્જવાની તક, ફંડ બદલવાની સુવિધા, લવચીકતા

પરંતુ યાદ રાખવું જરૂરી છે કે આવા પ્લાનમાં વળતર બજારના પ્રદર્શન – પરિસ્થિતી પર આધારિત હોય છે, તેથી તે નિશ્ચિત નથી.

ટર્મ પ્લાન લેતી વખતે ધ્યાન રાખો

– હંમેશા સાચી આરોગ્ય માહિતી આપો.
– પૂરતું જીવન કવર લો.
– યોગ્ય નોમિની નોંધાવો.
– ક્લેમ સેટલમેન્ટનો સારો રેકોર્ડ ધરાવતી કંપની પસંદ કરો.
– યોગ્ય અને અનુભવી વ્યક્તિ દ્રારા બધું નિર્ધારીત કરો.
– જીવનમાં જવાબદારીઓ વધે ત્યારે કવર વધારવાનું વિચારો.
– માત્ર સસ્તું પ્રીમિયમ નહીં, યોગ્ય સુરક્ષા પસંદ કરો.

પરિવાર માટે સાચો પ્રેમ માત્ર કમાણી કરવામાં નથી; આપણા પછી પણ પરિવારનું જીવન સુરક્ષિત રહે તેની વ્યવસ્થા કરવામાં છે.

ટર્મ પ્લાન મૃત્યુની વાત નથી કરતો, પરંતુ જીવતા હોઈએ ત્યારે જવાબદારીપૂર્વક ભવિષ્યનું આયોજન કરવાની પ્રેરણા આપે છે.

આજે લેવાયેલો યોગ્ય નિર્ણય આવતીકાલે પરિવાર માટે આશીર્વાદ બની શકે છે.

યાદ રાખો:
“બચત તમને સપનાઓ પૂરાં કરવામાં મદદ કરે છે, જ્યારે ટર્મ પ્લાન ઘરની મુખ્ય કમાતી વ્યક્તિ ની ગેરહાજરીમાં પણ તેના પરિવારના સપનાઓને સુરક્ષિત રાખે છે.”

ટર્મ પ્લાન એ પરિવાર માટે આર્થિક સુરક્ષારુપી સૌથી મોટી ભેટ છે.

એક નાનો વિચાર…

આપણે દર વર્ષે મોબાઇલ બદલીએ છીએ.

કાર બદલીએ છીએ.

ઘરમાં મોટા ફેરફાર કરીએ છીએ.

પણ પરિવારની આર્થિક સુરક્ષા વિશે ખરેખર શું કંઇ વિચારીએ છીએ?

જો આજે તમારી આવક બંધ થઈ જાય તો…

શું તમારો પરિવાર આગામી 10 વર્ષ સુધી એ જ જીવન જીવી શકશે?

જો જવાબ “ના” હોય…

તો કદાચ આજે જ ટર્મ પ્લાન વિશે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે કે Why Term Plan is so Important ?

આખરી સંદેશ:

વીમો એ મૃત્યુ માટે નથી લેવાતો…

વીમો એ જીવતા લોકોના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે લેવાય છે.

પરિવારને સંપત્તિ આપવી એ સારી વાત છે…

પરંતુ આ યુગમાં પરિવારને આર્થિક સુરક્ષા આપવી એ સૌથી મોટી નૈતિક જવાબદારી છે.

આજે લેવાયેલો યોગ્ય ટર્મ પ્લાન આવતીકાલે તમારા પરિવારનો સૌથી મોટો આધાર બની શકે છે.

“આપણી ગેરહાજરીમાં પણ પરિવારના સપનાઓ જીવંત રહે અને સાકાર થાય … એ જ સાચા ટર્મ પ્લાનનો હેતુ છે.” 

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો