Written By : Zaverchand Meghani (National Poet) 14th May 2026 (1928 ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઇનામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને…
સાવજ ગરજે ! – ચારણ-કન્યા
Written By : Zaverchand Meghani (National Poet)
14th May 2026

(1928 ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઇનામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો. “તુલસીશ્યામથી બે ગાઉ ઝવેરચંદ મેઘાણી, દુલા કાગ વિગેરે … ખજૂરીને નેસડે હતા,ત્યાં રાડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. સાંજવેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોછરડીને સાવજે પાદરમાં જ પાડી. બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારનીયે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વાછરડી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એ વખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણી સાહેબ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.” – દુલા કાગ)
સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે !
વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડતણાં પાંદડલાં કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌ એ કાંપે
આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે
જડબાં ફાડે!
ડુંગર જાણે ડાચા ફાડે!
જોગી જાણે ગુફા ઉઘાડે!
જમરાજાનું દ્વાર ઉઘાડે!
પૃથ્વીનું પાતાળ ઉઘાડે!
બરછી સરખા દાંત બતાવે
લસ! લસ! કરતી જીભ ઝુલાવે.
બહાદર ઊઠે!
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘરઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઇ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે
ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે!
ગીરના કુત્તા ઊભો રે’જે!
કાયર દુત્તા ઊભો રે’જે!
પેટભરા ! તું ઊભો રે’જે!
ભૂખમરા ! તું ઊભો રે’જે!
ચોર-લૂંટારા ઊભો રે’જે!
ગા-ગોઝારા ઊભો રે’જે!
ચારણ—કન્યા !
ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડિયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ—કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદંબા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા
ભયથી ભાગ્યો;
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો!
રાષ્ટ્રીય શાયર
ઝવેરચંદ મેઘાણી.
માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશ માટે ગૌરવરુપ અદ્ભુત સર્જન, આવા વાસ્ત્વમાં, જેને દેવી પુત્ર કહેવા જ પડે, તેવા સમર્થ સર્જકને શત શત પ્રણામ.
#UtpalMehtaProducer
મનુષ્ય કન્યાની સંવેદનશીલતાને અચરજભરી નજરે જોઇ રહેલ મુક શ્વાન માતા
Written BY : Utpal Mehta (Producer) 14TH MAY, 2026 મૂક પ્રાણીની આંખોમાં છલકાતી કૃતજ્ઞતા માનવતાની એવી તસ્વીર, જે પાષાણ હૃદયને પણ ભીની કરી દે… કળિયુગના આ ઝડપી અને સંવેદનહીન બની…
વડોદરા સ્થિત મુઠી ઉંચેરો માનવી એટલે“અરહમ ઓર્ગેનિક સ્ટોર” ના સ્થાપક શ્રી ધિરેનભાઇ મહેતા
Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) 10th May, 2026 ભારતની ધરતીને “બહુ રત્ના વસુંધરા” કહેવાય છે. આ વાક્ય માત્ર એક અલંકારિક અભિવ્યક્તિ નથી, પરંતુ એ આપણા સમાજમાં…
“દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો.”
Author : Dr. T. C. Chauhan, South Jersey, USA 6th May, 2026 દિકરી એટલે……….દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો.દિકરી સંસારનો કંસાર, દિકરી કંસારની મિઠાશ,દિકરી સાગરનો ઘુઘવાટ, દિકરી દુનિયાનો…
तीन दिन तेंदुए के बीच – रोमांचक सत्य घटनांए – 1
Real Thrilling Incidents – Three Days Between Leopards Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) 6th May, 2026 रोमांच, बारिश और मौत से सामना प्रकृति, भय, रोमांच और जीवन के…
“જય જય ગરવી ગુજરાત”
6th May, 2026 જય જય ગરવી ગુજરાત !જય જય ગરવી ગુજરાત,દીપે અરૂણું પરભાત,ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકીત;તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –ઊંચી…
