લાહોલ સ્પિતી ટુર

Author : Utpal Mehta

4th March, 2026

“લોરિસ ટુર ઓર્ગેનાઇઝર” એટલે 30 વર્ષ ઉપરાંતનો સફળ અનુભવ ધરાવતું ગુજરાતનું એક પ્રમાણભુત નામ. તેનાં પ્રમોટર એટલે મનિષ વૈધ. આ મનિષભાઇ વૈધ સાથે હિમાચલ પ્રદેશના લાહોલ સ્પિતી ટુરમાં જોડાવાનું થયું. તારીખ 4થી જુન, થી તારીખ 14મી જુન એમ 10 દિવસનો પ્રવાસ નક્કી થયો.

સૌએ પોત પોતાની અનુકુળતા પ્રમાણે તા.4થી જુને સવારે 8.30 વાગ્યે ચંદિગઢ રેલ્વે સ્ટેશન ઉપર નક્કી કરેલ સ્થળે એકઠા થવું એવો રિપોર્રિંગ સમય નકકી થયો અને જોતજોતામાં એ દિવસ આવી પહોંચ્યો.

સૌ લાહોલ સ્પિતીના વૈવિધ્ય વિષે થોડા ગણા પરિચિત હોઇ દરેકમાં તે સ્થળ માટેનો અનેરો આનંદ, ઉત્સાહ અને થ્રીલ અનુભવાઇ રહયાં હતા.

લાહોલ સ્પિતી એ પાછલાં થોડા વર્ષોમાં જ પ્રસિધ્ધિ થયેલ અને વિકાસ પામી રહેલ સ્થળ છે, જે હજી પ્રવાસનના લિસ્ટમાં પાછલાં 4 – 5 વર્ષથી તાજું જ ઉમેરાયેલ હોઇ બહુ ધસારો નહીં હોવાને કારણે સવલતો પણ મર્યાદિત છે. તે માત્ર અદ્ભુત જ નહીં પણ જેને શબ્દાતીત કહી શકાય તેવું છે.

આ સ્થળ હાઇ એલ્ટીટયુડ પર આવેલ હોઇ પાતળી હવા ધરાવતા આ સ્થળ સુધી પહોંચતા પ્રવાસીઓનું શરીર ટેવાતું જાય માટે મનિષભાઇએ મનાલી થી સ્પિતીને બદલે વાયા સિમલા ટુ સ્પિતી માર્ગ પસંદ કરેલ જે ધીરે ધીરે ઉંચાઇ પકડતો હોઇ યાત્રીના શરીરને પરિસ્થિતી સાથે તાલમેલ સાંધતા જવાનો કુદરતી સમય મળી રહે જે સૌએ અનુભવ્યું.

ટુરનું આયોજન મર્યાદિત યાત્રીઓની સંખ્યામાં કરાયું હતું જેથી ટુર અને સર્વે યાત્રીઓને પુરતો ન્યાય આપી શકાય, જે સરવાળે અમને યોગ્ય લાગ્યું. ટુરમાં કુલ 13 યાત્રી અમદાવાદથી જેમાંથી એક યાત્રી ઓસ્ટ્રેલિયાથી આવી જોડાયા હતા અને 11 યાત્રી વડોદરાથી સામેલ હતાં. ટુરનાં એક વિક પહેલા મનિષભાઇએ અમદાવાદ ખાતે એક ગૃપ મિટિંગનું આયોજન કર્યું હતું, જે બેઝિક માહિતી આપવા માટે હતું કે સાથે શું લેવું, તબિયત સંદર્ભે શું કાળજી રાખવી. દવા સહિત કઇ કઇ વસ્તુઓ બર્ફિલા પહાડોના પ્રવાસ સમયે સાથે હોવી અનિવાર્ય ગણાય વિગિેરે બાબતો સામેલ હતી. પાતળી હવામાં જતા પહેલા આગોતરી તૈયારીરૂપે શારિરીક ક્ષમતા વધારવા શું તૈયારી કરવી જોઇએ એ તેઓએ 1 માસ અગાઉ જ સૌને વાકેફ કરી દીધા હતાં. તે મિટિંગ બાદ તે તમામ માહિતીથી વડોદરાના ગૃપને પણ સમયસર માહિતગાર કરવામાં આવ્યું અને કોઇને કોઇ પ્રશ્ન હોય તો પુછી લેવા જણાવાયું.

આમ, જોતજોતામાં તા.4થી જુન આવી પહોંચી. મનિષભાઇ આગોતરી તૈયારી અર્થે અને છેલ્લી ઘડીએ કોઇ હેરાન – પરેશાન ના થાય માટે તા.3જીની ટ્રેઇનથી તેઓ ચંદીગઢ પહોંચી ગયા. તા.4થીએ વડોદરા ગૃપ સવારે 5 વાગ્યે વડોદરાથી નિકળી નક્કી થયા પ્રમાણે 8.30 સાબરમતી કે જ્યાંથી ટ્રેઇન ઉપડવાની હતી ત્યાં આવી પહોંચ્યું. બીજી તરફ અમદાવાદના એક યાત્રીનો પ્રવાસ અનિવાર્ય કારણોસર કેન્સલ થતા 12 યાત્રી પણ આવી ગયા અને થોડી જ વારમાં ટ્રેઇન સ્ટાર્ટ થઇ. સૌમાં અનેરો ઉમંગ હતો, ટ્રેઇનમાં સિટીંગ વ્યવસ્થા બરોબર ગોઠવાઇ ગઈ એટલે અન્યોન્યની ઓળખાણ પિછાણનો દોર શરૂ થયો, જે ખુબ જ જરૂરી હતો. ત્યારબાદ, રસ્તામાં બહારના બને તેટલા ઓછા ખોરાક પાણી લેવા પડે એટલે સૌ પોતપોતાને ત્યાંથી કાંઇક ને કાંઇક નાસ્તો તૈયાર કરીને લાવ્યા હતા જે સમય થતા સૌએ એક બીજા સાથે શેયર કરી ચાલુ ટ્રેઇને તે રીતે ભોજનનો આનંદ માણ્યો, જે ખુબ જ આનંદદાયક અને મીઠી યાદરૂપ બની રહયો.

સાંજ પડતાં કેટલાંકે મનિષભાઇએ ગાઇડ કર્યા પ્રમાણે જયપુર ઓર્ડર બુક કરાવી દીધેલ તે આવી પહોંચતા તેની જયાફત માણી. રાત્રે લગભગ એક – દોઢ વાગ્યા સુધી આનંદ પ્રમોદ અને વાર્તાલાપ બાદ સૌ નિંદ્રાદેવીને ખોળે પોઢયા.

કયારે સવાર પડી ગઇ અને ચંદીગઢ 8 વાગ્યે આવી ગયું તે ખબર જ ના પડી. મનિષભાઇની સુચના પ્રમાણે સૌ એલાર્મ રાખીને સુતા હોવાથી અડધો કલાક પહેલાં ઉઠી તૈયાર થઇ ઉતરવા ગોઠવાઇ ગયાં. ટ્રેઇન સ્ટેશને લાગતા જ અમે મનિષભાઇને પ્લેટફોર્મ ઉપર સ્વાગતમાં ઉભેલા જોતાં સૌને રાહત લાગી.

નક્કી તો થયું હતું કે સ્ટેશનથી સીધા જ ફોર્સ ટ્રાવેલર પકડી સફર શરૂ કરી દેવી, પણ મનિષભાઇએ પોતા તરફથી સૌને ચા પાણી અને ફ્રેસ થવા સમય મળી રહે માટે સ્ટેશન નજીકની એક હોટલમાં યાત્રીઓ પાસેથી એકસ્ટ્રા ચાર્જ લીધા વગર 1 કલાકની વ્યવસ્થા ગોઠવી આપી જે સૌને ખુબ જ સવલત સભર અને રાહત દાયક લાગી.

આમ, ત્યાંથી સૌની ખરી સફર લગભગ 9.30 વાગ્યે શરૂ થઇ. ચંદીગઢથી 80 કિ.મી.સુધી સૌને વાહનમાં એ.સી.ની જરૂરત રહી પણ પછી હિમાલયનો અહેસાસ શરૂ થયો અને એ.સી. બંધ કર્યા. સિમલા ક્રોસ કર્યા બાદ ઝરમર વર્ષાએ સફરને આહલાદક બનાવવાનું કાર્ય કર્યું અને અમે સાંજે લગભગ 8 કલાકના ડ્રાઇવ બાદ 6.30 વાગ્યે હાઇવે ઉપર જ નારકંડા નજીક બુક થયેલ એક સુંદર હોટલમાં અમારી પ્રથમ રાત્રી રોકાણ માટે બંને વાહનો થોભાવ્યા.

હોટલના માણસોએ સામાન વાહનોમાંથી ઉતારી સૌની સુચના પ્રમાણે તેઓને ફાળવવામાં આવેલ રૂમમાં ગોઠવી દીધો. ત્યાર બાદ 1 કલાકનો વિરામ હતો અને ફ્રેસ થઇ સૌએ ડિનર માટે મેઈન હોલમાં રાત્રે 8.30 એ મળવું તેવું નક્કી કરી સૌ પોત પોતાના રૂમમાં આરામ ફરમાવવા પહોંચ્યા. રૂમની વિન્ડોના પડદા ખોલતા જ કુદરતના ભરપુર સૌંદર્યને માણતા સૌ આરામ ભુલી ગયા.

રાત્રે નક્કી થયા પ્રમાણે સૌ ડાઇનિંગ હોલમાં આવી પહોંચ્યા, વાસ્તવમાં આવા અંતરિયાળ અને પહાડી પ્રદેશમાં પણ સૌને પિરસાયેલ વેજ પંજાબી ડિનર ખરેખર સ્વાદિષ્ટ અને સ્વચ્છતા સભર હતું જે બદલ સૌએ મનિષભાઇને અભિનંદન પાઠવ્યા અને સૌએ વાર્તા ગોષ્ઠિ કરતાં કરતાં ડિનર માણ્યું. ત્યારબાદ, ગૃપમાં સૌને એકઠા કરી મનિષભાઇએ બીજા દિવસનો ટ્રેક અને સ્ટ્રેટેજી સૌને સમજાવી અને સૌ બહાર ગાર્ડનમાં વોક લઇ પોત પોતાના રૂમમાં આરામ અર્થે પહોંચ્યા.

બીજા દિવસે સવારે હેવી બ્રેકફાસ્ટ લઇ અમારી સફર ફરી ચાલુ થઇ. સૌની સ્નો માણવાની અને બર્ફિલા પહાડ જોવાની જાણે કે અદ્મ્ય ઇચ્છા વર્તાઇ આવતી હતી, પણ તેને હજુ ઘણીવાર હતી. તેવું અમારા વાહનના ડ્રાઇવરે જણાવ્યું, જે હજી યંગ હતો પણ આવા પહાડી રસ્તાઓનો અનુભવી અને સ્વભાવનો વાસ્તવમાં સારો હતો…..

આ સંપુર્ણ પ્રવાસ વર્ણનને માણવા વૈશ્વિક ગુજરાતીઓ માટે તૈયાર થયેલ યુ ટયુબ ચેનલ (YouTube Channel) “ટી.વી.વલ્ર્ડ ગુજરાત” “TV World Gujarat” – Channel ની લીંક કિલક કરો …

https://www.youtube.com/@tvworldgujarat

આ ચેનલ ઉપર આપ આ પ્રવાસને લાઇવ માણી શકશો અને તે પછી આ સંપુર્ણ પ્રવાસ આ મેગેઝીનમાં હપ્તારૂપે તો જરૂર આપ વાંચી જ શકશો. આપના પ્રતિભાવ મેગેઝીન અને ચેનલના કોમેંટ બોક્ષમાં જણાવશો તો આનંદ થશે.

લાહોલ સ્પિતી ટુર

લાહોલ સ્પિતી ટુર

Author : Utpal Mehta 4th March, 2026 “લોરિસ ટુર ઓર્ગેનાઇઝર” એટલે 30 વર્ષ ઉપરાંતનો સફળ અનુભવ ધરાવતું ગુજરાતનું એક પ્રમાણભુત નામ. તેનાં પ્રમોટર એટલે મનિષ વૈધ. આ મનિષભાઇ…

“તમારો રોલ મોડેલ કોણ છે?”

“તમારો રોલ મોડેલ કોણ છે?”

By – Utpal Mehta 4th March, 2026 “તમારો રોલ મોડેલ કોણ છે?”આ પ્રશ્ન ઘણી વાર ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે. આ પ્રશ્નના જવાબમાં સામાન્ય રીતે લોકો એવા વ્યક્તિનું નામ…

About Us

About Us

Author : Utpal Mehta 1 January, 2026 This is Gujarati, Hindi and English Multilingual Online free Magazine. Coming soon with worth content, Our motive is to become a…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top